કુછ કુછ હોતા હેની રીમેકમાં રણવીર સિંહ રહેશે

0
17

૮૩માં રણવીર સિંહ કપિલની ભૂમિકામાં દેખાશે

મુંબઇ,તા. ૧૭
કરણ જાહરની આઇકોનિક ફિલ્મ કુછ કુછ હોતાહેનવી રીમેકને લઇને ચર્ચા શરૂ કરવામા ંઆવી ચુકી છે. પ્રાપ્ત હેવાલ મુજબ ચાહકોની માંગ બાદ હવે આ ફિલ્મની રીમેક ફિલ્મ બનાવવામાં આવનાર છે. ફિલ્મમાં હવે રણબીર કપુરના બદલે રણવીર સિંહ મુખ્ય રોલમાં નજરે પડી શકે છે. રણબીર હાલમાં અન્ય ફિલ્મોને લઇને ભારે વ્યસ્ત છે. રણબીર અને રણવીર સિંહ બંનેની પાસે અનેક ફિલ્મો રહેલી છે. ફેન્સની ઇચ્છા છે કે કરણ જાહર આ ફિલ્મની રીમેક ફિલ્મ ચોક્કસપણે બનાવે. જ્યારે પણ કરણ જાહરને આ ફિલ્મની રીમેક અંગે વાત કરવામા ંઆવે છે ત્યારે હજુ સુધી રણબીર કપુર, આલિયા ભટ્ટ અને જાન્હવી કપુરના નામ લેતા હતા. પરંતુ હવે એમ લાગે છે કે કરણ જાહરે રાહુલના પાત્ર માટે નિર્ણય બદલી નાંખ્યો છે. રાહુલના રોલમાં હવે રણવીર સિંહ મુખ્ય રોલમાં નજરે પડી શકે છે. જ્યારે સ્ટાર કાસ્ટના સંબંધમાં વાત થઇ ત્યારે કરણે રણબીર સિંહનુ નામ લેવાના બદલે રણવીર સિંહનુ નામ લીધુ હતુ. કરણ જાહરે હવે આલિયા, રણવીર સિંહ અને જાન્હવી કપુરને લેવાનો નિર્ણય કર્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાં રણવીર સિંહ પોતાની આગામી મહત્વકાંક્ષી ફિલ્મ ૮૩ને લઇને વ્યસ્ત છે. જ્યારે રણબીર કપુર આલિયા સાથેની ફિલ્મને લઇને આશાવાદી છે. રણવીર સિંહ ૮૩માં કપિલ દેવની ભૂમિકામાં નજરે પડનાર છે. ફિલ્મને લઇને ઉત્સુકતા છે. કારણ કે આ ફિલ્મ વર્ષ ૧૯૮૩માં કપિલના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ તેના પર આધારિત એક ક્રિકેટ ફિલ્મ છે. ફિલ્મમાં વર્ષ ૧૯૮૩માં અન્ય સ્ટાર ખેલાડીઓની ભૂમિકામાં રહેલા તમામની પસંદગી કરવામાં આવી ચુકી છે. ફિલ્મને રોમાંચક ફિલ્મ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.