ખુશી અને હકારાત્મક વિચારધારા ફાયદાકારક
વોશિંગ્ટન,તા. ૨૦
અમેરિકામાં હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસ બાદ વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે હેપ્પી અને પોઝિટીવ આઉટલુક હાર્ટ માટે આદર્શ છે. વૈજ્ઞાનિકોએ લાંબાગાળા સુધી અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે એ ટાઈપની પર્સનાલિટી ધરાવતા લોકો અને સામાન્ય રીતે ક્રોધિત, ડિપ્રેશરમાં રહેતા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે રહે છે. સાઇકોલોજી અભ્યાસના તારણમાં એમ પણ જાણવા મળ્યું છે કે સતત હકારાત્મક વિચારધારા ધરાવનાર વ્યÂક્તઓમાં હાર્ટ એટેક અથવા તો અન્ય રોગનો ખતરો પ્રમાણમાં ઓછો રહે છે. હવે વધુ એક નવા અભ્યાસમાં પણ આ બાબતની સાબિતી મળી છે. હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા માટે હકારાત્મક વિચારધારા અને આશાવાદની Âસ્થતિ ઉપયોગી છે.
હાર્ડવર્લ્ડ સ્કૂલ ઓફ પÂબ્લક હેલ્થના સંશોધક જુલિયાના જણાવ્યા મુજબ આધુનિક સમયમાં મોટાભાગે તમામ લોકોએ પોઝિટિવ આઉટલુક તરફ ધ્યાન આપવાની જરૂર છે. સ્ટ્રેસના સીધા સંબંધ નકારાત્મક વિચારધારા, ક્રોધ સાથે રહેલા છે. એનાથી હાર્ટ અને ધમનીઓને નુકસાન થવાનો ખતરો રહે છે. મોટાભાગે ખુશખુશાલ રહેનાર લોકોમાં બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ અને વજન સંતુલિત રહે છે. પૂરતી ઊંઘ પણ આ લોકો માણી શકે છે. ધૂમ્રપાનને ટાળનાર લોકોને વધુ ફાયદો થાય છે. પોઝિટિવ આઉટલૂક અંગે જુદા જુદા અભ્યાસોની ગણતરી પણ કરવામાં આવી હતી જેમાં સાઇકોલોજીકલ અથવા તો મનોવૈજ્ઞાનિક તારણોની નોંધ લેવામાં આવી હતી. ઓછા આશાસ્પદ લોકોની સરખામણીમાં વધુ આશાવાદી લોકોમાં પ્રથમ હાર્ટ એટેકનો ખતરો ઘટીને અડધાથી ઓછો થાય છે. અગાઉના અભ્યાસમાં પણ કહેવામાં આવી ચૂક્યું છે કે નેગેટિવ વિચારધારા સ્ટ્રેસ સાથે પણ સંબંદ ધરાવે છે.