લોપેજ બેજબોલ ખેલાડી એલેક્સ સાથેના પોતાના પ્રેમ સંબંધોને લઇને ભારે ખુશ : મુશ્કેલ તબક્કામાંથી બહાર
લોસએન્જલસ,તા. ૨૦
શેડ્સ ઓફ બ્લુની લોકપ્રિય અભિનેત્રી જેનિફર લોપેજ હાલમાં બેઝબોલ ખેલાડી એલેક્સ રોડ્રીગ્જ સાથે રોમાન્સ કરી રહી છે. તે રિલેશનશીપની મજા માણી રહી છે પરંતુ જેનિફર લોપેજે કહ્યુ છે કે તે હાલમાં ફેમિલી પ્લાનિંગ કરી રહી નથી. તેનુ કહેવુ છે કે તે હજુ થોડાક સમય સુધી રિલેશનશીપની મજા માણવા માટે ઇચ્છુક છે. બાળકો અંગે કોઇ યોજના તેમના દ્વારા કરવામાં આવી રહી છે કે કેમ તે અંગે પુછવામાં આવતા એક ટોક શોમાં જેનિફર લોપેજે કહ્યુ હતુ કે તે ફેમિલીને લઇને હાલમાં બિલકુલ વિચારી રહી નથી. હાલમાં તેઓ નાઇસ સમય એક સાથે ગાળી રહ્યા છે. ૪૭ વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે તે તેના પૂર્વ પતિ માર્ક એન્થોની સાથે સંબંધોના ગાળા દરમિયાન થયેલા ટ્વીન્સ બાળકો મેક્સ અને ઇમ્મેની કાળજી પણ લઇ રહી છે. બીજી બાજુ એલેક્સ પણ સેન્થયા સાથે લગ્નના ગાળા દરમિયાન થયેલા બે બાળકોની કાળજી રાખી રહ્યો છે. જેનિફર લોપેજે કહ્યુ છે કે તે રિલેશનશીપને નવી ઉંચાઇ પર લઇ જવા માટે ઇચ્છુક છે પરંતુ હાલમાં સંબંધોની મજા માણવા માટે ઇચ્છુક છે. જેનિફર લોપેજ પોતાની કેરિયર દરમિયાન કેટલાક ખરાબ તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. માર્ક એન્થોની સાથેના ગાળા દરમિયાન તે ભારે ચર્ચામા રહી હતી. તેમના સમાચાર સતત મિડિયામાં પ્રકાશિત થયા હતા. જા કે માર્ક સાથે તેના સંબંધ તુટી ગયા બાદ લોપેજને ફટકો પડ્યો હતો. જા કે હવે તેની લાઇફ ફરી પાટા પર આવી રહી છે. જેનિફર લોપેજે અભિનેત્રીની સાથે સાથે ગાયિકા અને મોડલ તરીકે પણ ખુબ સફળતા મેળવી ચુકી છે.