કુખ્યાત આઇએસઆઇ દ્વારા ત્રાસવાદીઓની સીધી ભરતી

0
11

શ્રીનગર,તા. ૨૧
જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને ુનાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનની સતત ઉંઘ હરામ થયેલી છે.

જેના ભાગરૂપે કાશ્મીરમાં રક્તપાત જારી રાખવા અને અસ્થરતાના માહોલને જાળવી રાખવા માટે તેના દ્વારા દરેક હરકત કરવામા આવી રહી છે. એકબાજુ પાકિસ્તાન દ્વારા જ્મમુ કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખવામાં આવ્યો છે. બીજી બાજુ હવે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા કુખ્યાત આઇએસઆઇ પણ સીધી રીતે રક્તપાત ફેલાવવા માટે સક્રિય થઇ રહીલ છે.

જેના ભાગરૂપ પાકિસ્તાનની આ જાસુસી સંસ્થા કલમ ૩૭૦ની નાબુદી બાદ ત્રાસવાદીઓની સીધી ભરતી માટે તૈયાર છે. આની શરૂઆત પણ કરવામાં આવી છે. તેના દ્વારા મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી રહી છે. યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક કુખ્યાત અને જાસુસી કરનાર લોકોને જવાબદારી પણ સોંપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં તેને નિષ્ફળતા મળ્યા બાદ તે પોક અને પાકિસ્તાનના ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને ત્રાસવાદી તાલીમ આપવા તૈયાર છે. ત્રાસવાદી ગતિવિધી કાશ્મીરમાં જારી રાખવાના બનતા તમામ પ્રયાસો થઇ રહ્યા છે.

કલમ ૩૭૦ની નાબુદી થયા બાદ ખતરનાક યોજના તૈયાર