નંદઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….

0
40

ભાદરવા કૃષ્ણ અષ્ટમીને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કહે છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે.

આ તિથિની ઘનઘોર અંધારી અડધી રાતને રોહિણી નક્ષત્રમાં મથુરાના જેલમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. 
આ તિથિ એ શુભ સમયની યાદ અપાવે છે અને આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની જન્મ સંબંધી કથા પણ સંભળાવે છે જે આ રીતે છે.દ્વાપર યુગમાં ભોજવંશી રાજા ઉગ્રસેન મથુરામાં રાજ્ય કરતા હતા. તેમના ક્રુર પુત્ર કંસે તેમને ગાદી પરથી ઉતારી દીધા અને ખુદ મથુરાના રાજા બની બેસ્યા. કંસની એક બહેન હતી દેવકી. જેનુ લગ્ન વસુદેવ નામના યદુવંશી સરદાર સાથે થયુ હતુ.