સાહો અને છિછોરેમાં શ્રદ્ધા કપુર નજરે પડશે

0
32
સ્ટાર શ્રદ્ધા કપુર પોતાની બે ફિલ્મોને લઇને ખુબ ઉત્સુક

મુંબઇ,તા. ૨૩
એક પછી એક ફિલ્મમાં પોતાની પ્રતિષ્ઠા વધારી રહેલી અભિનેત્રી શ્રદ્ધા કપુર હાલમાં પરિવારનો અડધો ખર્ચ ઉપાડી રહી છે. તે એક જવાબદાર પુત્રી તરીકે કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે દરેક ફિલ્મ સાથે નવી નવી બાબતો તે સુધરી રહી છે. તેનુ કહેવુ છે કે તેની માતા દુનિયાની સૌથી સિમ્પલ મહિલા છે. તેની ટુંકા ગાળામાં જ બે મોટી ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. જેમાં સાહો અને છિછોરેનો સમાવેશ થાય છે.

સાહોમાં તે પ્રભાસ સાથે જાવા મળનાર છે. આ ફિલ્મના ગીતો પહેલાથીજ સુપરહિટ સાબિત થઇ ચુક્યા છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી લેવા માટે તૈયાર છે. શ્રદ્ધા કપુરે હાલમાં જુદા જુદા વિષય પર વાત કરી હતી. જેમાં પુત્રીની જવાબદારી, હિટ ફ્લોપ ફિલ્મો, પ્રભાસ અને રોમાંન્સ અંગે વાત કરી હતી. વર્ષ ૨૦૧૯માં તે કેટલીક વખત ઘાયલ થઇ ગઇ છે. જેના કારણે તેની તકલીફ વધી હતી. તેની ઇજાના કારણે કેટલીક ફિલ્મો છોડી દેવાની ફરજ પડી છે.

સાહો ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ તેની ફિલ્મ છિછોરે રજૂ કરવામાં આવનાર છે. છિછોરેમાં તે કોલેજમા જતી યુવતિથી લઇને મોટી વયની મહિલા સુધીના રોલમાં નજરે પડનાર છે. શ્રદ્ધા કપુરની †ી ગયા વર્ષે સુપરહિટ ફિલ્મ રહી હતી. પ્રભાસ અંગે વાત કરતા તે કહે છે કે પ્રભાસ ખુબ સિમ્પલ તરીકે છે. તે તમામનુ ખુબ ધ્યાન રાખે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે તેની બંને આવનાર ફિલ્મ સારી પટકથા ધરાવે છે. સાહોમાં તે જારદાર એક્શન કરતી નજરે પડનાર છે. સાયના જેવી રોલ મોડલ પરની ફિલ્મ તેના દ્વારા પડતી મુકવામાં આવી છે.

શ્રદ્ધા કપુરને બોલિવુડની સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે ગણવામાં આવે છે. શ્રદ્ધા કપુર તમામ ટોપ સ્ટાર સાથે કામ કરી રહી છે. શ્રદ્ધા કપુરે તેની આંશિકી -૨ મારફતે ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી.


હવે પરિવારમાં અડધો ખર્ચ ઉઠાવી રહી છે : શ્રદ્ધા કપુર