ગુજરાતમા થશે ફિલ્મ ‘છીછોરે’નું સ્ક્રીનિંગ

0
24

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ છીછોરે ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. જો કે ફિલ્મની રિલીઝ પહેલા તેના એડવાન્સ સ્ક્રિનીંગનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે છિછોરે એ કોલેજ લાઈફની સ્ટોરી છે, જેમાં સુશાંતસિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર અને વરુણ ગ્રોવર લીડ રોલમાં છે. ત્યારે દેશના 10 શહેરમાં કોલેજના યુવાનો માટે એડવાન્સ સ્ક્રિનીંગનું આયોજન કરાયું છે.

આ આયોજન અંતર્ગત અમદાવાદ સહિત દિલ્હી, ચંદીગઢ, લખનઉ, જયપુર, કોલકાતા, હૈદરાબાદ, ઈન્દોર, પટના અને મુંબઈમાં ફિલ્મને એડવાન્સમાં દર્શાવાશે. છીછોરે ફિલ્મની સ્ટોરી છ મિત્રોની આસપાસ ફરે છે. જેઓ કોલેજમાં સાથે ભણતા હતા. અને કેટલાક વર્ષો બાદ ફરી ભેગા થાય છે.

આ ફિલ્મની સ્ટોરી કાલ્પનિક છે, જે ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીની રિયલ લાઈફ પર આધારિત છે. ફિલ્મના પાત્રોમાં તેમના કોલેજ કાળા કેટલાક સંદર્ભ છે. ફિલ્મમાં તાહિર રાજ ભસીન અને પ્રતીક બબ્બર પણ મહત્વના રોલમાં દેખાશે.

ફિલ્મના દોસ્તી સ્પેશિયલ ટ્રેલરથી દર્શકો પ્રભાવિત થયા છે. આ ટ્રેલર જોઈને બધાને જ પોતાના કોલેજના દિવસો યાદ આવી ગયા છે. ફિલ્મ સાથે લોકો પણ પોતાની મિત્રતાને યાદ કરવા તૈયાર છે.

જુડવા 2 અને બાગી 2 જેવી હિટ ફિલ્મો બાદ સાજિદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો છિછોરે સાથે કમબેક કરી રહ્યા છે. ફિલ્મને નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2019ના રોજ રિલીઝ થશે.