સણધરમાંથી પિતરાઇએ પ્રેમલગ્ન કરતાં ભાઇ-બહેનનું અપહરણ

0
6

થરાદ

થરાદ તાલુકાના સણધરમાં રહેતી મુળ દિયોદર તાલુકાના સણાવની અને ભાભર તાલુકાના ખારી પાલડીમાં પિયર ધરાવતી મહિલાએ થરાદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીનો પતિ અપંગ હોઇ તેણીનો ભાઇ મુકેશ એક વર્ષથી તેમની સાથે રહે છે  તેણીના કાકા તેજાભાઈ ધુડાભાઈ પરમારના પુત્ર મુકેશભાઈએ દિયોદર તાલુકાના રૈયા ગામના વાહજીભાઈ મોતીભાઈ પરમારની દીકરી હસીબેન સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કરેલ હતા.અને તે દિવસથી ઘેરથી નીકળ્યા બાદ પરત આવ્યા ન હતા. ગત 29 ઓગસ્ટના રૈયા ગામના વાહજીભાઈ મોતીભાઈ પરમાર , અમરતભાઈ મોતીભાઈ પરમાર , મુકેશભાઈ કેશાભાઈ પરમાર તથા ચમનભાઈ શીવાભાઈ પરમાર તથા ડાઉવાના દશરથભાઈ સુબાભાઈ પરમાર અને દસેક માણસો બે અલગ અલગ ગાડીઓ લઈને તેણીએ આવવાનું કારણ પુછતાં વાહજીભાઈએ તેમની પુત્રીને તારાકાકાનો દીકરો મુકેશભાઈ ભગાડીને તારા ઘરે લાવેલ છે. અને તમો સાચવી રાખેલ છે. તેમ કહી તેઓએ બંને ભાઈ-બહેનને પકડી લીધા  બાદ જીપમાં નાખીને લઈ ગયા હતા. ડાઉવા ગામ આવતાં તેણીને ઉતારી દીધી હતી અને મુકેશનું અપહરણ કરી લઇ ગયા હતા