લોકઅપમાં રહેલા આરોપીએ એસિડ ગટગટાવતા પોલીસ બેડામાં દોડધામ

0
8

સુરત

સુરતના પુણા પોલીસ મથકમાં લોક-અપમાં રહેલા આરોપીએ એસિડ ગટગટાવ્યુ છે. અને તેને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો છે. અને ત્યાંતી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. અપહરણના ગુનાનો આરોપી પુણા પોલીસ મથકમાં લોક-અપમાં બંધ હતો.ફોટા પાડવા માટે અપહરણના આરોપી 20 વર્ષીય મુકેશ ઉર્ફે જીતુ નાગજીને લોક- અપમાંથી બહાર કાઢ્યો હતો. અને ત્યારે તે શખ્સે પોલીસની નજર ચુકવીને સફાઈ માટે રાખેલી એસિડની બોટલ ગટગટાવી હતી. જ્યાં હાલ પણ આરોપી સારવાર હેઠળ છે.ઘટના અંગે પુણા પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.