ગૃહમંત્રી અમિત શાહે કર્યો નવા જનગણના ભવનનો શિલાન્યાસ, કહ્યું 2021માં ડિજિટલ થશે વસ્તી ગણતરી

0
7
  • દિલ્હીમાં વસ્તી ગણતરીના બિલ્ડિંગનોકર્યો શિલાન્યાસ
  • વસ્તી ગણતરીની ઈમારત ગ્રીન બિલ્ડિંગ હશે
  • 2021માં વસ્તી ગણતરી માટે થશે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ

2021માં જનગણના માટે થશે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ
અમિત શાહે જણાવ્યું હતું કે પ્રથમ વસ્તી ગણતરી 1865માં કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે 16મી વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આજે વસ્તી ગણતરી ઘણા ફેરફારો અને નવી પદ્ધતિઓ પછી ડિજિટલ થઈ રહી છે. 2021માં યોજાનારી વસ્તી ગણતરીમાં અમે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરીશું
ડિજિટલ ડેટાથી વિશ્લેષણમાં મળશે મદદ
શાહે કહ્યું કે વસ્તી ગણતરીના ડિજિટલ ડેટાનો ઉપયોગ ઘણા પ્રકારના વિશ્લેષણ માટે કરી શકાય છે. વસ્તી ગણતરી દેશના સામાજિક પ્રવાહને ગોઠવવા, દેશના છેલ્લા વ્યક્તિના વિકાસ અને દેશના ભાવિ કાર્ય માટેનો આધાર છે. ગૃહ પ્રધાને કહ્યું કે, નરેન્દ્ર મોદી 2014માં દેશના વડા પ્રધાન બન્યા પછી આપણી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવવાનું શરૂ થયું. દેશને સમસ્યાઓથી મુક્ત કરવા માટે આ પ્રકારનું આયોજન 2014 પછી શરૂ થયું હતું. આનાથી વસ્તી ગણતરીના રજિસ્ટરનો સાચો ઉપયોગ કરવાની શરૂઆત થઈ