દુલ્કર જો મારો કો-સ્ટાર હશે તો હું સાઉથની ફિલ્મમાં કામ કરવા તૈયાર: સોનમ

0
21

સોનમ કપૂર આહુજાનું કહેવું છે કે સાઉથના‌ સુપરસ્ટાર દુલ્કર સલમાન જો તેનો કો-સ્ટાર હશે તો તે સાઉથની ફિલ્મમાં કામ કરશે.

આ બન્નેની ‘ધ ઝોયા ફૅક્ટર’ હાલમાં જ રિલીઝ થઈ છે. સોનમને પૂછવામાં આવ્યું હતું કે શું તેને સાઉથની ફિલ્મોમાં કામ કરવામાં રસ છે?

એનો જવાબ આપતાં સોનમે કહ્યું હતું કે ‘સાઉથની ફિલ્મમાં કામ તો કરવું છે, પરંતુ ભાષાને સમજવી ખૂબ અગત્યનું છે. હું કદાચ દુલ્કર સાથે ફિલ્મમાં હોત.

જોકે કમનસીબી એ કે ફિલ્મ બની શકી નહીં. મારે ત્યાંની ભાષા અને વસ્તુસ્થિતિને સમજવી જરૂરી છે કે હું શું બોલી રહી છું અને શું કરી રહી છું. હું એ પણ જાણું છું કે તેઓ ખૂબ જ ઝડપથી ફિલ્મો બનાવે છે.

મારે ત્યાંની ભાષા જાણવી જરૂરી છે. જો દુલ્કર મારી સાથે ફિલ્મમાં હોય તો હું વધુ કમ્ફર્ટેબલ રહીશ, કારણ કે તે મારી મદદ કરશે.’