મને અવૉર્ડ નથી જોઈતો, બસ મારા કોચનું તમે સન્માન કરો: અમિત પંઘલ

0
9

ર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર અમિત પંઘલનાં ચારે તરફ વખાણ થઈ રહ્યાં છે. ૨૦૧૨માં ડોપિંગ ટેસ્ટમાં નાપાસ થવાને લીધે અર્જુન અવૉર્ડ માટે નૉમિનેટ ન થનારા પંઘલે ચૅમ્પિયનશિપમાં મેડલ જીતીને આલોચકોને વળતો જવાબ આપ્યો છે. મેડલ જીતી લીધા બાદ પોતે અવૉર્ડની ઇચ્છા ન રાખતાં અને પોતાના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપનાર કોચ અનિલ ધનકરનું બહુમાન કરવાની વાત તેણે કહી હતી.

અમિત પંઘલે આ સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે ‘મને વ્યક્તિગત રીતે અવૉર્ડ મળે એની પરવાહ નથી, પણ જો મારા કોચ અનિલ ધનકરનું દ્રોણાચાર્ય અવૉર્ડથી બહુમાન કરવામાં આવે તો મને ગમશે. મારા ઘડતરમાં તેમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. હું આજે જે પ્રકારનો બૉક્સર છું એ તેમને લીધે જ છું.’

પોતાના કોચ અનિલની વાત કરતાં પંઘલે વધુમાં કહ્યું હતું કે ‘મેં જ્યારે ૨૦૦૮થી બૉક્સિંગ શરૂ કર્યું ત્યારથી લઈને આજ સુધી તેઓ મારી સાથે રહ્યા છે. આજે પણ હું ઘણી વાતમાં ધનકરસરની સલાહ લેવા જાઉં છું. તેઓ મને ઘણી નાની-નાની બાબતો ધ્યાનપૂર્વક સમજાવે છે. મને તેમના પર ગર્વ છે. આમ તો હું તેમને ૨૦૦૫થી ઓળખું છું અને તેઓ મારા ફૅમિલી મેમ્બર જેવા છે.’
વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં જબરદસ્ત પર્ફોર્મ કરનાર અમિત હવે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થનારી એશિયન ઑલિમ્પિક ટુર્નામેન્ટ માટે રમશે જે ચાઇનામાં યોજાવાની છે.