હિના ખાન બનશે સિરિયલ કિલર

0
10

પહેલાં ઇન્ડિયન વેબ પ્લૅટફૉર્મ તરીકે પ્રસ્થાપિત થયેલા હંગામા પ્લે પર આવેલી ઇન્ડિયાની પહેલી સાયકો-થ્રિલર વેબ-સિરીઝ ‘ડૅમેજ્ડ’ની સેકન્ડ સીઝનની તૈયારી ઑલમોસ્ટ પૂરી થઈ ગઈ છે અને આ વેબ-સિરીઝમાં પહેલી વખત ટીવી-સ્ટાર હિના ખાન ગ્રે શેડ્સમાં જોવા મળશે. સિરિયલ કિલરનું કૅરૅક્ટર કરતી હિના ખાન સાથે વેબ-સિરીઝમાં અધ્યયન સુમન પણ જોવા મળશે. શેખર સુમનના દીકરાની બૉલીવુડ-કરીઅર ડામાડોળ થયા પછી પણ તેણે આ પહેલી વેબ-સિરીઝ સાઇન કરી છે.

એક યુવતીનો અનેક લોકો ભરપૂર ગેરલાભ ઉઠાવે છે. યુવતી એક હદ સુધી બધી વાતને સહજ રીતે સ્વીકારે છે અને પોતાના પ્રેમને પામવા માટે તે બધું જતું કરી દે છે, પણ એ પછી તે નક્કી કરે છે કે બીજા કોઈનો આવો દુરુપયોગ ન થાય એ માટે હવે તે પોતે કામ કરશે અને એ પછી હત્યાનો સિલસિલો શરૂ થાય છે. આ હત્યા એ રીતે થઈ રહી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટને અણસાર પણ નથી આવતો કે હત્યા કરનાર કોઈ એક વ્યક્તિ છે. આ ‘ડૅમેજ્ડ’ની સેકન્ડ સીઝનની સ્ટોરી છે.