હીરો બનશે વિલન

0
11

પોતાનાદમદાર અભિનય અને એકશન સ્ટન્ટ માટે જાણીતો જૉન અબ્રાહમ હાલમાં જ ફિલ્મ ‘બાટલા હાઉસ’માં જોવા મળ્યો હતો. હવે બહુ જલ્દી તે મોહિત સૂરીની ફિલ્મ ‘એક વિલન’ની સીક્વલમાં જોવા મળશે. ૨૦૧૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એક વિલન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ લીડ રોલમાં હતા. આ સુપરહિટ ફિલ્મમાં રિતેશ વિલનના રોલમાં હતો, જેની લોકોએ બહુ પ્રશંસા કરી હતી. હવે એવી ખબર છે કે આ સીક્વલની વાર્તા જૉનને પસંદ આવી છે અને તે આ ફિલ્મ સાઇન કરવાનો છે.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

આગામી વર્ષે રજૂ થનારી આ ફિલ્મ સિવાય જૉન ‘અટેક’માં જોવા મળશે. લક્ષ્ય રાજ આનંદના ડિરેકશનમાં બનનારી આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે. અત્યારેજૉન ‘મુંબઈ સાગા’નું શૂટિંગ કરી રહ્યો છે. તેની વાર્તા ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જેમાં બૉમ્બેમાંથી મુંબઈ સુધીના પ્રવાસની કથા દેખાડાશે