પોતાના જ બાળવિવાહનો વિરોધ કરી ભારતભરમાં ઝુંબેશ ઉઠાવનાર આ યુવતીને મળ્યો ગેમચેન્જર એર્વોડ

0
9

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભારતની વધુ એક દીકરીને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાનમાં બાળ મજૂરી અને બાળવિવાહ વિરૂદ્ધ અભિયાન ચલાવવા માટે પાયલ જાંગિડને ગેમચેન્જર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. ચેન્જમેકર એવોર્ડ મળ્યા બાદ પાયલે આપેલા ભાષણે ઉપસ્થિત સૌ કોઇનું દિલ જીતી લીધું.

પાયલે જણાવ્યું કે મેં જે પ્રકારે રાજસ્થાનમાં બાળવિવાહ અને બાળ મજૂરી જેવી કુપ્રથાને ખત્મ કરી છે. આ પ્રકારની જ ઝુંબેશ હું દુનિયાભરમાં ચલાવવા માંગુ છું. મહત્વનું છે કે રાજસ્થાનની રહેવાસી પાયલ જાંગિડના પરિવારજનો તેમના લગ્ન બાળપણમાં જ કરવા માંગતા હતા.. પરંતુ પાયલે પરિવારજનો વિરૂદ્ધ બગાવત કરી અને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો.

ત્યાર બાદ બાળવિવાહ અટકાવવા એ જાણે પાયલનું મિશન બની ગયું. પાયલે પોતાના તેમજ આસપાસના અનેક ગામડાઓમાં પણ બાળવિવાહનો વિરોધ કર્યો. અને આજે તે બાળઅધિકારો માટેની લડતનું એક પ્રતિક બની ગઇ છે.

ગેમચેન્જર એવોર્ડ મળ્યા બાદ પાયલ જાંગિડે ખુશી વ્યક્ત કરી. તો બાળઅધિકારો માટે ચળવળ ચલાવતા સામાજિક કાર્યકર્તા અને નોબલ પુરસ્કારથી સન્માનિત કૈલાશ સત્યાર્થીએ જણાવ્યું કે પાયલે આપણને સૌને ગૌરવ અપાવ્યું છે. પાયલ એક એવી યુવતી છે જે ભારત અને દુનિયાભરમાં બાળશોષણ વિરૂદ્ધ સંઘર્ષમાં સૌથી આગળ ઉભી છે.