ભાદરવો ભરપૂર- અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ

0
15

રાજ્યભરમાં ભાદરવો ભરપૂર બેઠો છે. હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે, 26મી સપ્ટેમ્બરથી 29 સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો.

  • રાજ્યભરમાં વરસાદ શરૂ
  • 29 તારીખ સુધી વરસાદની આગાહી
  • બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે વરસાદ

રાજ્યભરમાં ચોમાસુ જતા જતા બમણા જોરથી ત્રાટકી રહ્યુ છે નવરાતરમાં પણ વરસાદ ખેલૈયાઓને ખેલવા નહીં દે તો વળી જો વરસાદ વધુ આવશે તો લીલા દુકાળની પણ ભીતિ છે.

શું છે હવામાન ખાતાની આગાહી
અમદાવાદ, વડોદરા સહિત રાજ્યભરના શહેરોમાં અચાનક વાતાવરણ પલટો થયો હતો. અમદાવાદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા 27થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે એવી આગાહી કરી હતી.

બંગાળની ખાડીમાં લો પ્રેશનને કારણે વરસાદ
બંગાળની ખાડીનાં પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થશે. 26 સપ્ટેમ્બરે આખા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરવામાં આવી છે. આ ઉપરાંત 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવરાત્રિમાં પણ વરસાદના આગાહી હોવાથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની શક્યતા છે.