વૃક્ષારોપણ કરીને બર્થ-ડે વીક સેલિબ્રેટ કર્યું રોશની વાલિયાએ

0
9

સોની ટીવી પર આવતી ‘તારા ફ્રૉમ સાતારા’ની રોશની વાલિયાએ વૃક્ષારોપણ કરીને તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. મોટા ભાગે સેલિબ્રિટીઝ તેમના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે ફૉરેન લોકોશન પસંદ કરે છે.

જોકે રોશનીએ પર્યાવરણનું જતન કરવાનું નક્કી કર્યું હતું. રોશની ૨૦ સપ્ટેમ્બરે ૧૮ વર્ષની થઈ છે અને તેણે તેના બર્થ-ડે વીકમાં દરરોજ ૧૦ છોડ રોપીને એનું સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું હતું. રોશનીએ થાણેમાં તેના શોના સેટ પર અને અંધેરીમાં ઓશિવરામાં આવેલા તેના ઘરની આસપાસ વૃક્ષારોપણ કર્યું છે.

આ વિશે રોશનીએ કહ્યું હતું કે ‘મારા જન્મદિવસના વીકમાં મેં ૭ દિવસ સુધી દરરોજ ૧૦ છોડ રોપવાનું નક્કી કર્યું હતું. મારા મતે પર્યાવરણ આપણો સૌથી શ્રેષ્ઠ સાથી છે અને આજે આપણે જ એને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. પર્યાવરણને બચાવવા માટે મારા તરફથી આ નાનું યોગદાન છે.’