શામળાજી પોલીસે ડાર્ક પાર્સલ લખેલ આઈસર ટ્રક માંથી ૧૫.૯૬ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો : ૨ ને દબોચ્યા

0
10

સાબરકાંઠા : ગુજરાતમાં કહેવાતી દારૂબંધી નો બુટલેગરો ફાયદો ઉઠાવી વિદેશી દારૂ ઘુસાડી દારૂના શોખીનો પાસેથી બોટલના મનફાવે તેટલા રૂપિયા વસૂલી કરોડો રૂપિયા ખિસ્સામાં સેરવી રહ્યા છે બુટલેગરો રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે નિતનવા નુસખા અપનાવી પ્રયત્નશીલ રહે છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી આઈસર ટ્રક-કન્ટેનર પર ડાક પાર્સલ અને ભક્તિભાવ ના સૂત્રો લખી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરનાર હરિયાણાના બુટલેગરનો વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવી ૧૫.૯૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા

સોમવારે રાત્રીના સુમારે, શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરી હતી રાજસ્થાન તરફથી આવતા આઈસર ટ્રક-કન્ટેનરને અટકાવી તલાસી લેતા ટ્રક (ગાડી.નં-ૐઇ. ૫૫.ત્ન.૭૩૩૦) માંથી વિદેશી દારૂની પેટી નંગ-૩૨૦ કુલ બોટલ નંગ-૩૮૪૦ કીં.રૂ. ૧૫૯૬૦૦૦/- નો જથ્થો જપ્ત કરી ૧)રાહુલ શિવકુમાર ચમાર અને ૨)સુરેન્દ્ર ધનપત ચમાર (રહે,બવાના, હરિયાણા) ની ધરપકડ કરી ટ્રકની કીં.રૂ. ૮૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૧૫૦૦/- મળી કુલ રૂ.૨૩૯૭૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણા બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.