સેન્સેક્સ 503 અંક તૂટ્યું, નિફ્ટી પણ ઘટાડા બાદ 11,400 ઉપર બંધ

0
11

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજાર પણ ભારે ઘટાડા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 503.62 અંક ઘટીને 38,593.52 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 148 અંક ઘટીને 11,440.20 પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 13 શૅર લીલા નિશાનમાં અને 37 શૅર લાલ નિશાન પર બંધ થયું. આજે સવારે સેન્સેક્સ 9.94 અંકોના મામૂલી ઘટાડા સાથે 39,087.20 ખુલ્યું, ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે લગભગ 23.35 અંકોના ઘટાડા સાથે 11,564.85 પર ખુલ્યું.

BSEના આ શૅરોમાં રહી તેજી

બીએસઈના પાવરગ્રિડ, ટીસીએસ, એનટીપીસી અને એચસીએલ ટેકના શૅરોમાં તેજી જોવા મળી, જ્યારે એસબીઆઈએન, ટાટા મોટર્સ, મારૂતિ, યમ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શૅરોમાં ઘટાડો રહ્યો.