નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલેયાઓએ ગરબા રમવાની તૈયારીઓ કરી છે. ઘણી જગ્યાઓ પર પ્રિ-નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
ત્યારે ગરબાના તાલે ઝૂમવા ખેલેયાઓએ ડ્રેસથી લઇને ઘરેણાં સુધીની ખરીદી કરી લીધી છે. નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસનું વધું મહત્વ હોય છે. તો ડ્રેસની સાથે ઘરેણા પણ એટલા જ મહત્વના હોય છે.
ખાસ કરીને ઓક્સોડાઇઝના ઘરેણાની દર વર્ષે ડિમાન્ડ હોય છે. પરંતુ આ વર્ષે માર્કેટમાં કચ્છી પેચની સાથે સાથે રબારી જવેલેરી અને અફઘાની જવેલરી, વણઝારા જવેલરી, આદિવાસી જવેલરીની નવી ફેશન જોવા મળી રહી છે.
અફઘાની જવેલેરી અને બંજારા જવેલરી સુરતમાં મળવી મુશ્કેલ છે. આ તમામ જવેલરી બોર્ડરના ગામડાઓમાં પહેરવામાં આવતા હોય છે.
તેઓ આ જવેલરી દર વર્ષે બદલે છે..જ્યાં આ જવેલરી સુરત લાવવામા આવે છે. આ બંજારા અને અફઘાની જવેલરી 2000 થી લઈને 15000 સુધી મળે છે.
જ્યારે કચ્છી પેચ વર્ક ની જવેલરી જાતે જ બનાવાતી હોય છે. આ તમામ જવેલેરી 450 થી લઇને 5000 રૂપિયા સુધીની પડે છે.
આ જવેલરી હેન્ડ મેઇડ હોવાથી મોંઘી હોય છે. આમ છતાં પણ ખેલેયાઓ આ જવેલરી ખરીદતા હોય છે.
રબારી અને અફઘાની જવેલરી આ વખતે નવો કન્સેપટ છે. આ સાથે જ બંજારા જવેલરી પણ ગરબાનાં ડ્રેસ પર યુનિક લાગે છે.
આમ આ વર્ષે યંગસ્ટર્સમાં બંજારા,અફઘાન જવેલરીને લઇને ક્રેઝ જોવા મળ્યો છે..ત્યારે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે..ત્યારે સુરતમાં ખેલૈયા એન્ટિક જ્વેલરી પહેરી ગરબાના તાલે ઝૂમશે.