પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્લોબલ ગોલકીપર અવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન માટે ન્યૂયોર્ક ખાતે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને PM મોદીને અવોર્ડ આપ્યો છે. PM મોદીને ગ્લોબલ ગોલકીપર અવોર્ડ બિલ ગેટ્સના હસ્તે આપવામાં આવ્યો.
- બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને આપ્યો અવોર્ડ
- PM મોદીને ગ્લોબલ ગોલકીપર અવૉર્ડ બિલ ગેટ્સે આપ્યો
- આ સમ્માન મારું નહીં પણ 130 કરોડ ભારતીયોનું સમ્માનઃ PM
એવોર્ડ એનાયત બાદ PM મોદીએ કહ્યું…
આ અવોર્ડ મળ્યા બાદ PM મોદીએ કહ્યું કે આ મારું સન્માન નહીં પણ એ ભારતીયોનું છે જેમને સ્વચ્છ ભારતના સંકલ્પને માત્ર સિદ્ધ જ નહીં પણ રોજિંદી જિંદગીમાં ઢાળી દીધો. મહાત્માગાંધીની 150મી જન્મ જયંતિ પર મને આ અવોર્ડ મળવો એ મારા માટે વ્યક્તિગત રૂપથી ઘણો મહત્વપૂર્ણ છે. આ એ વાતનું પ્રમાણ છે કે જો 130 કરોડ લોકોની જનશક્તિ કોઈ એક સંકલ્પને પૂર્ણ કરવામાં લાગી જાય તો કોઈપણ પડકારને સરળતાથી પાર પાડીને જીત પ્રાપ્ત કરી શકાય છે.