કરિના અને પ્રિયંકાએ DIDના સેટ પર વિખેર્યા ડાન્સના જલવા

0
9

પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે ડાન્સ ઈન્ડિયા ડાન્સની ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચેલી પ્રિયંકા ચોપરાએ આ શોની જજ કરિના કપૂર ખાન સાથે મસ્તી કરીને દર્શકોને એન્ટરટેઈન પણ કર્યા હતા. બંનેએ ફિલ્મ એતરાજમાં પણ સાથે કામ કર્યું હોવાથી શોના સેટ પર પણ તેમનું બોન્ડિંગ જોઈ શકાતું હતું. આ શોમાં જજ તરીકે કરિના કપૂર હતી તો સાથે જ પોતાની અપકમિંગ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકની પ્રમોશનલ ઈવેન્ટ માટે પ્રિયંકા પણ ત્યાં હાજર રહી હતી. શોના સેટ પણ ઘણી બધી મજેદાર મોમેન્ટ્સ જોવા મળી હતી. બંનેએ આજકી રાત સોન્ગ પર ડાન્સ કરીને ઓડિયન્સને મનોરંજન પૂરું પાડ્યું હતું તો સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં પણ એકબીજા સાથે મસ્તી કરવાનું ચૂક્યાં નહોતાં.