જ્યારે કરીના કપૂરના રેડિયો ચેટ શૉમાં પહોંચ્યો કાર્તિક આર્યન, જુઓ કેમેસ્ટ્રી

0
13

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ફરી એકવાર પોતાના ચાહકો માટે એક સરસ મજાનું ચૅટ શૉ વૉટ વુમન વૉન્ટ લઇને આવી રહી છે. ટૂંક સમયમાં જ આ ચૅટ શૉમાં પ્યાર કા પંચનામા ફેમ અભિનેતા કાર્તિક આર્યન આવવાનો છે. ચૅટ દરમિયાન કાર્તિક આર્યન અને કરીના કપૂરની સારી કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

સોનૂ કે ટીટૂ કી સ્વીટી ફેમ એક્ટર કાર્તિક આર્યને તાજેતરમાં જ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી કરીના કપૂર સાથેની એક તસવીર શૅર કરી છે. તસવીર સાથે કાર્તિકે લખ્યું છે, યે ઇશ્ક હાય….

કાર્તિક અને કરીનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચૅટ શૉ દરમિયાન કરીનાએ એક્વા બ્લૂ વન સાઇડેડ ટૉપ સાથે નિયૉન કલરનું બૉડી ફિટેડ સ્કર્ટ પહેર્યું છે. તો બીજી તરફ કાર્તિક આર્યને બ્લૂ એન્ડ વાઇટ કલરના કૉટન શર્ટ સાથે ડેનિમ પહેરી છે.

જણાવીએ કે કાર્તિક આર્યન સિવાય કરીના વૉટ વુમન વૉન્ટ ચૅટ શૉમાં પતિ સૈફ અલી ખાન, શર્મિલા ટૈગોર અને કાજોલને પણ હોસ્ટ કરતી જોવા મળશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ ગુડ ન્યૂઝ અને અંગ્રેજી મીડિયમમાં જોવા મળશે. તાજેતરમાં જ તેણે લંડનમાં ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પૂરું કર્યું છે જેમાં ઇરફાન ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

કાર્તિક આર્યને પોતાની એક્ટિંગથી લાખો લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. કદાચ આ જ કારણ છે કે કાર્તિકના હાથમાં અત્યારે પણ ઘણા મોટા પ્રૉજેક્ટ્સ છે. કાર્તિક ટૂંક સમયમાં જ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2માં સારા અલી ખાન, ફિલ્મ પતિ પત્ની ઔર વોમાં અનન્યા પાંડે અને ભૂમિ પેડણેકર સાથે જોવા મળશે. આ સિવાય તે ભૂલ ભૂલૈયા 2માં પણ લીડ રોલ ભજવશે.