ફિલ્મમાં અક્ષય કુમારનો પહેલો લુક જાહેર, લોકોએ વખાણના બોમ્બ ફોડ્યા

0
21

2020ની ઇદ પર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્‍મી બૉમ્બ રિલીઝ થઈ રહી છે. આ હૉરર કૉમેડી ફિલ્મમાં અક્ષય એક મહત્વનું પાત્ર ભજવતો જોવા મળે છે, જે તેણે પહેલા ક્યારેય કર્યો નથી. ફિલ્મમાં પોતાના લૂકને અક્ષયે નવરાત્રિના દિવસોમાં રિવીલ કર્યો છે. આ લૂક જોઇને તમે પણ ચોંકી જઈ શકો છો.

લક્ષ્‍મી બૉમ્બમાં અક્ષય કિન્નર જેવા લૂકમાં દેખાશે. જે ફિલ્મની સ્ટોરીનો મુખ્ય ભાગ છે. ફર્સ્ટ લૂકમાં અક્ષય મહિલાના ગેટઅપમાં છે અને બૅકગ્રાઉન્ડમાં માતા દુર્ગાની મૂર્તિ છે, જે મહિષ્મર્દિની અવતારમાં જોવા મળે છે. આ ફર્સ્ટ લૂક સાથે અક્ષયે લખ્યું – નવરાત્રિ પોતાની અંદરની દેવી સામે માથું નમાવવાનો અને પોતાની અસીમિત ક્ષમતાઓને ઉજવવાનો તહેવાર છે. આ પાવન અવસરે, હું લક્ષ્‍મી બૉમ્બમાંનો મારો ફર્સ્ટ લૂક શૅર કરી રહ્યો છું. એક પાત્ર, જેને લઈને હું ખૂબ જ ઉત્સાહિત અને નર્વસ છું. પણ જીવન તો ત્યારે જ શરૂ થાય છે, જ્યારે આપણે આપણાં આરામમાંથી બહાર નીકળીએ છીએ.

અક્ષયના આ લૂકને જોઇને તમને તેની જ ફિલ્મ સંઘર્ષના આશુતોષ રાણાની યાદ આવી શકે છે, જેમણે એક ખતરનાક કિન્નરનું પાત્ર ફિલ્મમાં ભજવ્યું હતું. આ પાત્રને યાદ કરીને આજે પણ ધ્રુજી જવાય છે. જણાવીએ કે ફિલ્મ રાઘવ લોરેન્સ નિર્દેશિત કરી રહ્યા છે.