અમદાવાદમાં મહિલાએ 13માં માળેથી લગાવી મોતની છલાંગ એક વૃધ્ધ ઉપર પડતા બંનેના મોત

0
11

 એક અજીબો ગરીબ આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે એક મહિલાએ 13માં માળથી પડતુ મુક્યુ હતુ. રસ્તે ચાલી રહેલા વૃધ્ધ ઉપર પડતા વૃધ્ધ અને મહિલા બંનેના માત થયા છે.

  • ખોખરમાં માનસિક અસ્થિર મહિલાની મોતની છલાંગ
  • અમરાઈવાડી પોલીસે શરૂ કરી તપાસ
  • વહેલી સવારે બની ઘટના

ખોખરાના પરિષ્કાર ફ્લેટના 13માં માળેથી એક મહિલાએ આપઘાત માટે છલાંગ લગાવી હતી. બરાબર એ જ વખતે એક વૃધ્ધ સવાર સવારમાં મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. મહિલા સીધી તેમના ઉપર પડી હતી જેને પરિણામે વૃધ્ધે પણ પોતાના જીવ ખોઈ બેઠો હતા.

અમરાઈવાડી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, આપઘાત કરનાર મહિલા માનસિક બીમાર હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસની સોસાયટીમાંથી લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

આ ઘટના સવારે સાડા સાતથી પોણા આઠ વચ્ચે બનેલી આ ઘટનામાં જીવ ગુમાવનાર વૃધ્ધ નિવૃત્ત શિક્ષક હતા. આ અણધારી ઘટનામાં જીવ ગુમાવનાર બંને પરિવારના સ્વજનો આઘાતમાં છે.