ઇમરાન નફરતને નહીં, અમન અને શાંતિને પ્રમોટ કરે એવી આશા છે: હરભજન સિંહ

0
12

હરભજન સિંહનું માનવું છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન દુનિયામાં અમન અને શાંતિ ફેલાવે. ઇમરાન ખાને યુનાઇટેડ નેશન્સની ગ્રૅન્ડ ઍસેમમ્બ્લીમાં આપેલી સ્પીચને કારણે તેની ટીકા કરવામાં આવી રહી છે. આ વિશે હરભજન સિંહે કહ્યું હતું કે ‘યુનાઇટેડ નેશન્સની ગ્રૅન્ડ ઍસેમ્બલીની સ્પીચમાં ઇન્ડિયા સાથે ન્યુક્લિયર વૉર થઈ શકે છે એવી આડકતરી ધમકી આપવામાં આવી હતી. એક જાણીતા સ્પોર્ટ-પર્સન તરીકે ઇમરાને બ્લડબાથ અને ફાઇટ ટૂ ધ એન્ડ જેવા શબ્દનો ઉપયોગ કર્યો એનાથી બે દેશ વચ્ચે ફક્ત નફરત પેદા થશે. એક ભૂતપૂર્વ ખેલાડી તરીકે તેઓ અમન અને શાંતિને પ્રમોટ કરે એવી આશા રાખું છું.’

ઇમરાન ખાન પોતાને અપમાનિત કરવા માટે નવા-નવા રસ્તા શોધી કાઢે છે : વીરેન્દર સેહવાગ

પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનની સ્પીચને લઈને વીરેન્દર સેહવાગે તેમની ઝાટકણી કાઢી છે. યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બ્લીમાં ઇમરાને આપેલી સ્પીચને ધિક્કાર સ્પીચ તરીકે ગણાવવામાં આવી રહી છે. આ વિશે સેહવાગે ટ્વીટ કર્યું હતું કે ‘એક ઍન્કરે કહ્યું કે તું (અમેરિકાના શહેર) બ્રોન્ક્સા વેલ્ડર જેવી વાત કરી રહ્યો છે. થોડા દિવસ પહેલાં તેમણે યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બ્લીમાં એક સ્પીચ આપી હતી. આ વ્યક્તિ પોતાની જાતને અપમાનિત કરવા માટે નવા-નવા રસ્તા શોધી કાઢે છે.