બાગીથ્રી’માં ટાઇગર શ્રોફનો અદ્ભુત અવતાર

0
28

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ‘બાગી થ્રી’ ફિલ્મ સાથે હવે દિગ્દર્શક-અભિનેતા સતિશ કૌશિક પણ જોડાઇ ગયા છે, જે ફિલ્મમાં રિતેશ દેશમુખના બૉસના પાત્રમાં જોવા મળશે. બૉલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નવી પેઢીના એકશન સુપરસ્ટાર ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ ‘બાગી થ્રી’ થોડા સમય પહેલા ફ્લોર પર ગઇ હતી.

તેનું શૂટિંગ સતત ચાલુ છે. તેમાં ટાઇગર શ્રોફ સાથે અંકિતા લોખંડે, રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર છે. ફિલ્મની આ સ્ટારકાસ્ટ જોતા લાગે જ કે નિર્માતા સાજિદ નડિયાદવાલા તેને બહુ મોટા સ્તરે બનાવી રહ્યા છે. અગાઉની ‘બાગી’ની બે ફિલ્મો સુપરહિટ થઇ હતી આથી હવે તેનો ત્રીજો ભાગ બની રહ્યો છે.

અને હવે તેમાં ‘ભારત’ ફિલ્મના ધાંસુ કલાકાર સતિષ કૌશિકની એન્ટ્રી થશે આથી તેમાં વધુ ઉઠાવ આવશે. સતિષકૌશિકે ‘ભારત’ ફિલ્મમાં એક નેવી અધિકારીની ભૂમિકા નિભાવી હતી. ‘બાગી થ્રી’ના દિગ્દર્શક છે અહેમદ ખાન,

જેમણે મિ. ઇન્ડિયામાં સતિષ કૌશિક સાથે કામ કરેલું. તેઓ કહે છે તેમાં હું બાળ કલાકાર હતો. આથી સેટ પર પહેલા દિવસે તો અમારો સમય મિસ્ટર ઇન્ડિયાની વાતો કરવામાં જ જતો રહ્યો. મિસ્ટર ઇન્ડિયાના સેટ પર હું તેમના પેટ પર કૂદતો હતો અને બહુ શૈતાની કરતોહતો અને હવે હું તેમને ડાયરેક્ટ કરવા જઇ રહ્યો છું. સતિષ કૌશિકને ભરોસો નહોતો થતો કે હું આટલો મોટો થઇ ગયો છું.

મારી આ ફિલ્મમાં તેઓ રિતેશના બૉસની ભૂમિકા ભજવશે, જે એક હળવું કેરેક્ટર છે. તેમના ટાઇગર શ્રોફ સાથે પણ કેટલાક સીન્સ છે. સર્જકો બાગીની આ ત્રીજી સિરિઝને બનાવવા બહુ ઉત્સુક છે. નિર્માતા ટાઇગર શ્રોફને આ ફ્લ્મિમાં એવા અવતારમાં રજૂ કરવા માગે છે કે દર્શકો આશ્ર્ચર્યમાં પડી જશે. ફિલ્મ આગલા વર્ષે ૬ માર્ચે રજૂ થશે.