વિશાલ આદિત્ય સિંહ નચ બલિયે 9માં બન્યો કિન્નર

0
23

આ ફોટોગ્રાફ જોઈને તમે ધારી શકો ખરા કે આ વિશાલ આદિત્ય સિંહ છે, જેના સિક્સપૅક અને મસ્ક્યુલર બૉડી પર છોકરીઓ આફરીન છે?

હા, આ વિશાલ આદિત્ય સિંહ છે અને એ ‘નચ બલિયે ૯’માં કિન્નર બનીને પર્ફોર્મન્સ કરવાનો છે.

વિશાલનો આ ફોટોગ્રાફ ક્યાંય લીક ન થાય એનું ધ્યાન સ્ટાર પ્લસ રાખે એ સ્વાભાવિક છે, કારણ કે વિશાલ પોતે પણ એક સમયે કિન્નર બનવા માટે ખચકાટ અનુભવતો હતો.

વિશાલે પોતાનો આ પર્ફોર્મન્સ તેની મમ્મીને ડેડિકેટ કર્યું છે. મહિલાનાં કપડાં પહેર્યા પછી વિશાલની આંખમાં આંસુ પણ આવી ગયાં હતાં. વિશાલે કહ્યું, ‘ઉત્તર ભારતમાં આ રીતે છોકરી બનીને ઘણા છોકરાઓ રોડ પર પર્ફોર્મન્સ આપતા હોય છે

અને પાંચ-દસ રૂપિયાની બક્ષિસથી ખુશ થઈ જાય છે, જે બક્ષિસ પર તેનું આખું ઘર ચાલે છે. આવું કરવાની તેમની હિંમત નથી હોતી, પણ તેમણે એ કરવું પડે છે.’