અમરાઈવાડીના જવાનનું ચાલુ ફરજ પર મોત, નિવાસસ્થાને લવાયો મૃતદેહ

0
11

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને સેનામાં ફરજ બજાવાત જવાન હરિશચંદ્ર રામરાજ મોર્યને લેહ લદાખમાં માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ તેમના પાર્થિવ દેહને અમરાઈવાડીના તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો.

અમરાઈવાડી પોસ્ટ ઑફિસની સામે રાવના વંડામાં રહેતા હરિશચંદ્ર રામરાજ મૌર્ય ભારતીય ભૂમિદળમાં ફરજ બજાવતા હતા અને તેમનું ચાલુ ફરજ પર બીમારીને લઈને મોત થયું હતું.

હરિશચંદ્રને તેમની પાંખના સાથી જવાનો અધિકારીઓ બેંગ્લોરથી લશ્કરની ગાડીમાં તેમના મૃતદેહને રાખીને લાવ્યા હતા. તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને સન્માન આપવામાં આવ્યું હતું. જ્યારે તેમના મૃતદેહને ઘરે લાવવામાં આવતા તેમની આસપાસના લોકો ભાવુક બન્યા હતા. તેમને આંસુભરી આંખે વિદાય આપવામાં આવી.