જૉન અબ્રાહમ અને ઈલિયાના ડિક્રૂઝની ‘પાગલપંતી’ આવી સામે, અનિલ અને અરશદ પણ નથી પાછળ

0
15

જૉન અબ્રાહમ અને ઈલિયાના ડિક્રૂઝની ફિલ્મ પાગલપંતીનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે પણ મુલાકાત કરાવવામાં આવી છે.

ફિલ્મના પોસ્ટર્સને શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યા આ ફિલ્મથી જૉન ફરી એકવાર કૉમેડી ફિલ્મોમાં પાછા ફરી રહ્યા છે.

આ પહેલા તેઓ એક્શન થ્રિલરમાં વ્યસ્ત હતા, જેમાંથી એક બાટલા હાઉસ હાલમાં જ રિલીઝ થઈ છે.

પુલકિત સમ્રાટ ફુકરે બાદ એકવાર ફરી કલરફુલ કિરદારમાં જોવા મળશે. ત્યાં જ, અરશદનો પણ ફંકી લૂક જોવા મળશે.

આ તમામ કિરદારનો ફિલ્મ વિવેચક તરણ આદર્શે પોતાના ટ્વિટર અકાઉન્ટથી શેર કર્યા છે.

ફિલ્મને અનીસ બઝ્મીએ ડાયરેક્ટ કરી છે. આ પહેલા અનીલ નો એન્ટ્રી, હલચલ, દિવાને જેવી કૉમેડી ફિલ્મો ડાયરેક્ટ કરી ચુક્યા છે.

ત્યાં જ પાગલપંતી બાદ ભુલભૂલૈયાનો બીજો પાર્ટ પણ ડાયરેક્ટ કરી રહ્યા છે. જો પાગલપંતીની વાત કરીએ તો તેને 15 નવેમ્બરે રિલીઝ કરવાનું હતું.

જો કે મરજાંવા સાથે ડેટ ક્લેશ થતા રિલીઝની તારીખ આગળ વધારી દેવામાં આવી છે.