ક્યો ઍક્ટર ગ્રેટ રણવીર કે રણબીર? દીપિકા શું કહે છે?

0
33

અભિનેત્રી દીપિકા પદુકોણે તાજેતરમાં જ ’૮૩ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું. લગ્ન પછી તે ફરી ફિલ્મોમાં સક્રિય થઈ ગઈ છે. રણબીર કપૂર સાથે તેની સારી દોસ્તી છે.

રણબીર તેનો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ છે તે તમને ખબર જ છે, તેણે રણવીર અને રણબીર બંને સાથે ફિલ્મો કરી છે અને હવે તે બંને સાથે સંકળાયેલી છે.

રણવીર સિંહ સાથે તેણે ’૮૩ ફિલ્મ કરી તેના અનુભવ વિશે તે કહે છે, ‘મને ઘરમાં તેની સાથે ફિલ્મો અને અમારા કામ વિશે ચર્ચા કરવી ગમે છે. જોકે, સેટ પર અમે સાથે કામ કરતા હોઈએ તો અમારા એકબીજા સાથે વ્યવહાર જુદા હોય છે, જ્યારે ઘરમાં પણ જુદા હોય છે. સેટ પર તે મારો હીરો અને ઘરમાં પતિ હોય છે.

જ્યારે રણવીર અને રણબીર બંનેને હીરો તરીકે જોખતા તે કહે છે, ‘બંને અભિનેતાની અભિનયની સ્ટાઈલ જુદી હોય છે. રણબીરને અભિનય કરવા માટે મહેનત નથી કરવી પડતી તે સહજતાથી કરી લે છે. મેં તેને ક્યારેય તેના રોલ માટે તૈયારી કરતા ક્યારેય નથી જોયો. હું તેને એ દૃષ્ટિએ બહુ માનથી જોઉં છું. જ્યારે બીજા કલાકારો ૫૦ ટકા રિહર્સલ કરે છે અને ૫૦ ટકા સહજતાથી અભિનય કરે છે.’

જ્યારે રણવીરની વાત કરું તો તેને પોતાના પાત્ર માટે તૈયારી કરવી પડે છે. તે પહેલાં રિહર્સલ કરીને શોટ આપે છે. તે પોતાના રોલ માટે દરેક વસ્તુમાં બદલાવ લાવી દે છે. જેમ કે, તે જે કાર ડ્રાઈવ કરે છે, કપડાં પહેરે છે, પરફ્યુમ વાપરે છે તે બધામાં પાત્ર પ્રમાણે બદલાવ લાવી દે છે, જેથી તેનું પાત્ર ભજવતી વખતે તેનામાં તે ટેવો સહજતાથી ઊતરી આવે.

તે દર છ મહિને જુદી વ્યક્તિ બની જાય છે, એ જ કારણ છે કે અમારા સંબંધો લાંબો સમય ચાલ્યા અને હું તેનાથી કંટાળી પણ નહીં. તે દર્શકોને અચંબામાં નાખી દે છે.

જો તમે રણવીરને સેટ પર જોશો તો તે તમને એકદમ જુદો જોવા મળશે. તેની સામે અમે બદલાતા નથી.

ઘણી વખત તો અમે એકસાથે સેટ પર ગાડીમાં જઈએ પણ નહીં, કારણ કે અમારા મૂડ જુદા હોય. તે કંઈ હેતુપૂર્વક નથી થતું.

અમે જ્યારે એકસાથે કામ કરતા હોઈએ ત્યારે અમારી વચ્ચે પતિ-પત્ની કે બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ જેવા વર્તનની અપેક્ષા ન રાખીએ.

’૮૩ ફિલ્મના શૂટિંગ દરમિયાન હું નહોતી વિચારતી કે તે મારો પતિ છે આથી હું તેના વિશે વિચારું કે તેનું ધ્યાન રાખું.

અમે ફક્ત અમારા સીન્સ ભજવવામાં અને સંવાદો બોલવા પર જ ધ્યાન આપીએ. તમારે તમારું મન તેમાં જ કેન્દ્રિત કરવું જોઈએ તો જ તમે તમારું કેરેક્ટર બરાબર ભજવી શકો અને તેમાં તમારું સંપૂર્ણ પર્ફોર્મન્સ દેખાય.

દીપિકા ફિલ્મો કરવા અંગે કહે છે, ‘હું ક્યારેય મેં કેટલી ફિલ્મો કરી તેની સંખ્યા ગણવામાં નથી માનતી, પણ કેવી ફિલ્મો કરું છું અને તેની સાથે કેટલી જોડાઈ શકું છું તેના પર ફોકસ કરું છું. મારી અભિનય પ્રક્રિયા નેરેશનથી શરૂ થાય

છે. જો તમને સારું નેરેશળન મળે તો તમને સ્ટોરીને સારી રીતે વિઝ્યુલાઈઝ કરવામાં મદદ મળે અને તમારું કેરેક્ટર બરાબર ભજવી શકો, તમે સ્ક્રિપ્ટને સમર્પિત રહી શકો.’

દીપિકાની આગામી ફિલ્મ છે ‘છપક’, જે એસિડના હુમલામાંથી બચી ગયેલી લક્ષ્મી અગરવાલની ઈમોશનલ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મથી તે નિર્માત્રી પણ બની રહી છે.

આમ, દીપિકાના જીવનની રફતાર બહુ તેજ ભાગી રહી છે.