રેખાએ સૌની સામે રણબીરનું નામ લેતા જ શરમાઈ ગઈ આલિયા

0
33

રવિવારે થયેલા આઈફા અવૉર્ડસમાં રેખાએ પોતાની હાજરીથી માહોલ બનાવી દીધો. રેખાએ સ્ટેજ પર એવું કાંઈક કહ્યું કે જેના કારણે આલિયા ભટ્ટ શરમાઈ ગઈ. થયું એવું કે રેખા 20 વર્ષના બેસ્ટ એક્ટરની નામની જાહેરાત કરવી આવી. જે રણબીર કપૂરને આપવામાં આવ્યો. રણબીરના નામની જાહેરાત કરતા પહેલા રેખાએ તેના વખાણ કર્યા.

રેખાએ કહ્યું કે તેઓ ખૂબ જ સારા દિકરા છે, ખૂબ જ સારા કલીગ છે, સારા ભાઈ છે અને સારા અભિનેતા છે. સૌથી મોટી વાત તે સારા વ્યક્તિ છે, જે બાદ રેખાએ રણબીરના નામની જાહેરાત કરી. જો કે રણબીર અવૉર્ડ ફંક્શનમાં નહોત આવ્યા એટલે તેનો અવૉર્ડ અનુરાગ બાસુએ લીધો. પરંતુ વાત અહીંથી અટકી નહીં.