એસ.ટી. બસ રોકી કરાયો ચક્કાજામ, ભીટારા-હાજીપીર બસ સેવા બંધ થતાં લોકોમાં રોષ

0
37

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ હાજીપીર બાબાની દરગાહ તેમજ ભીટારા હાજીપીર, લુડબાય, ઉઠગડી, મુરૂ ઢોરા, દેસલપર, ગુતલી વગેરે ગામોને જોડતા એસ.ટી. બસ સેવાના રૂટને એસ.ટી. તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ એસ.ટી. બસ સેવાનો વિધાર્થીઓ, સ્થાનિક રાહીશો તેમજ વિવિધ ગામમાં બીમાર પડતા દર્દીઓ હોસ્પિટલ આવવા જવા માટે લાભ લેતા હોય છે. ત્યારે, સ્થાનિક રહીશો દ્વારા રસ્તા ઉપર બેસી વિરોધ સાથે ભુજથી લખપત જતી તમામ એસ.ટી. બસોને રોકવામાં આવી હતી.

કચ્છ એસ.ટી. તંત્રના વિરોધ સાથે પ્રદર્શનમાં સ્થાનિક આગેવાન જબ્બાર જત, મુરૂના રહેવાસી અનિલ મહેશ્વરી, હાજી આદમ લુહાર તેમજ મોટી સંખ્યામાં આજુ બાજુના ગ્રામજનો જોડાયા હતા.