હવે WiFiથી સજ્જ થશે ટ્રેન, મુસાફરોને સુવિધા આપવા સરકાર કરી રહી છે કામ

0
22

રેલમંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે હવે ટ્રેન પર વાઈફાઈથી સજ્જ થશે. કેન્દ્ર સરકાર ટ્રેનમાં મુસાફરોને વાઈફાઈ સેવા ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આવતા ચાર થી સાડા ચાર વર્ષમાં આ સુવિધા મુસાફરોને મળશે. પીયૂષ ગોયલે પોતાની સ્વીડર યાત્રા દરમિયાન સાથેની વાતચીતમાં આ જાણકારી આપી.

રેલમંત્રીએ જણાવ્યું કે હાલના સમયમાં વાઈફાઈ સર્વિસ 5150 રેલવે સ્ટેશન પર મળે છે. આવતા વર્ષના અંત સુધીમાં 6500 સ્ટેશનો પર આ સેવા ઉપલબ્ધ કરાવવાના સરકાર પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે દોડતી ટ્રેનોમાં વાઈફાઈ ઉપલબ્ધ કરાવવું જટિલ ટેક્નિકલ મામલો છે. જેના માટે રોકાણની જરૂર પડશે અને વધુ ટાવર લગાવવા પડશે. એટલું જ નહીં સાધનો પણ લગાવવા પડશે. આ કામ માટે વિદેશી રોકાણ અને ટેક્નિક બંનેની જરૂર હશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ટેક્નિક સુરક્ષા માટે પણ મહત્વની સાબિત થશે. કારણ કે આપણે દરેક ડબ્બામાં સીસીટીવી કેમેરા લાગવી શકીશું. આ કેમેરાનું લાઈફ ફીડિંગ સીધી પોલીસ સ્ટેશનમાં થશે. સરકાર રોકાણકારો સાથે મળીને રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા પર પણ કામ કરી રહી છે.