કંગનાનું નવું સાહસ

0
12

૨૦૧૭ની સાલને યાદ કરીએ તો અભિનેત્રી કંગના રણોટે તેનું પોતાનું પ્રોડકશન હાઉસ ખોલવામાં રસ બતાવ્યો હતો. હવે તે તેને અમલમાં મૂકવાની છે.

‘ક્વીન’ની આ અભિનેત્રી તેના માટે પૂર્ણ તૈયારી કરી રહી છે. પોતાના પ્રોડકશન હાઉસ માટે તેણે મુંબઈમાં ઓફિસ ખોલવા જગ્યા પણ લઇ લીધી છે અને ત્યાં તે પોતાનો પ્રોડકશન સ્ટુડિયો મણિકર્ણિકા ખોલશે. જોકે, તેને હજુ થોડોક સમય લાગશે, ત્યાં સુધી તે તેના હાથ પર રહેલી ફિલ્મો પર ધ્યાન આપશે. ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ ફિલ્મથી ડિરેક્ટર તરીકે પણ ઊભરી ગયેલી કંગનાએ

હવે તેના પ્રોડકશન હાઉસને સ્થાપીને તેને આગળ વધારવાનો નિર્ણય લીધો છે તે વાત હવે પાક્કી છે.

આવતા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમહિનામાં તે પોતાના આ પ્રોડકશન હાઉસનું ઉદ્ઘાટન કરશે. તેના આ નવા વેન્ચર વિશે તે કહે છે, મારો સ્ટુડિયો જાન્યુઆરી મહિનામાં તૈયાર થઇ જશે અને હું અને મારી ટીમ તે પછી પ્રોજેક્ટ્સ હાથમાં લેવાનું શરૂ કરીશું. મારી પાસે કેટલીક સારી સ્ક્રીપ્ટ્સ આવી રહી છે અને હું તેમાં નવા કલાકારોને પણ તક આપીશ. અત્યારે એટલી બધી નવી નવી પ્રતિભાઓ આવે છે જેમને પ્લેટફોર્મ આપવું જરૂરી છે.

તે મહત્ત્વનું છે અને સશક્ત સ્ક્રીપ્ટ હોય તો ફિલ્મ સારી જ બને છે અને તેને મોટા પરદા પર સારી રીતે બનાવી શકાય છે.

‘રીવૉલ્વર રાની’ અભિનેત્રી પહેલા નાના બજેટની ફિલ્મો પર ફોકસ કરવા માગે છે.

તે કહે છે, જો તેની છેલ્લી ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ તેના વગર રૂ. ૧૦ કરોડમાં બની હોત તો તે રૂ. ૪૦ કરોડની કમાણી કરીને બ્લૉકબસ્ટર થઇ શક્તી હોત, પણ તે રૂ. ૩૦ કરોડમાં બની હતી.

આથી નફો રળી શકી નહીં, એમ તે કહે છે.

કંગના ફિલ્મો સાથે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ નવા વિષયો સાથે ફિલ્મોનું નિર્માણ કરવા માગે છે. તે કહે છે,

‘મારે પહેલા કેટલીક નાની ફિલ્મો બનાવવી છે અને પછી જોવું છે કે તે કેટલી ચાલે છે. પછી હું મોટા સ્તરે ફિલ્મો બનાવીશ.

આ ઉપરાંત હું ડિજિટલ એન્ટરટેઇનમેન્ટમાં પણ ઝંપલાવીશ’, એમ તે કહે છે. ઇન્ડસ્ટ્રીમાં નીપોટીઝમ શબ્દને લોકપ્રિય બનાવનાર આ અભિનેત્રી કહે છે,

હું મારા પ્રોડકશનની ફિલ્મોમાં અભિનય નહીં કરું.

હું નવા કલાકારોને લઇશ અને તેમને માર્ગદર્શન આપીશ. આ ક્વીન ઑફ ઝાંસી ફરી વખત ફિલ્મનું દિગ્દર્શન કરવા માગે છે અને તેની જાહેરાત તે ટૂંક સમયમાં કરશે.

‘ધાકડ’ ફિલ્મ પછી તેના પર તે કામ શરૂ કરશે.