મિલિંદની આઈસલૅન્ડમાં ડાઈવિંગની તૈયારી

0
17

૫૩ વર્ષનો અભિનેતા-મૉડેલ મિલિંદ સોમણ તેની ફિટનેસ માટે પહેલેથી જાણીતો છે, તેની ફિટનેસથી યુવાનો આકર્ષાય છે અને તેનો શારીરિક બાંધો બહુ મજબૂત અને ફલેક્સિબલ છે. તાજેતરમાં તેણે ૧૨ કિલોની બેકપેક લઈને એકદમ ઠંડા પાણીમાં ડાઈવ કર્યું હતું. તે આઈસલૅન્ડમાં ઠંડા પાણીમાં ડાઈવ કરવાની તૈયારી કરી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર મિલિંદે પોતાનો ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે ક્રિસ્ટલ જેટલા શુદ્ધ પાણીમાં દોડ પણ લગાવી હતી. આઈસલેન્ડમાં ડાઈવ મારવાની તેણે પૂર્ણ તૈયારી કરી લીધી છે. મિલિંદના ગોલને સફળતા મળે તેવી શુભેચ્છા આપીએ.