સોનાક્ષી સિન્હાએ પહેર્યો મલાઇકાનો ડ્રેસ

0
50

10માં બ્યૂટિ એવૉર્ડ્સમાં મલાઇકા અરોરાએ વાઇટ કલરનો ડીપ નેકલાઇન્ડ હૉટ ડ્રેસ તમને યાદ છે? તમને યાદ જ હશે કારણકે તે ડ્રેસમાં મલાઇકા ખૂબ જ હૉટ લાગતી હતી. હૉટ રેડ લિપસ્ટિક અને વાઇટ ડ્રેસમાં મલાઇકાએ બધાંનુ ધ્યાન પોતાના પર આકર્ષિત કરી રાખ્યું હતું. બ્યૂટી અવૉર્ડ્સમાંથી તેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

તમે વિચારતાં હશો કે આ વાત એકાએક ક્યાંથી આવી. તો આ એટલા માટે કે હવે મલાઇકા જેવો જ ડ્રેસ સોનાક્ષી સિન્હાએ પણ પહેર્યો છે. જો એમ કહીએ કે મલાઇકાનો જ ડ્રેસ સોનાક્ષીએ પહેર્યો છે તો પણ કંઇ ખોટું નહીં હોય. આ ડ્રેસ તદ્દન મલાઇકાના ડ્રેસ જેવો જ છે. અને સોનાક્ષીએ જે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે તેમાં તેણે એવો જ વાઇટ ડ્રેસ પહેર્યો છે. જો કે સોનાક્ષીએ મલાઇકાની જેમ હૉટ રેડ લિપસ્ટિક નથી લગાડી.

સોનાક્ષીએ મલાઇકાનો ડ્રેસ પહેર્યો છે એવું એટલા માટે પણ કહી શકાય કારણકે, બન્નેના ડિઝાઇનર પણ સેમ છે. આ ડ્રેસ Kristian Aadnevikએ ડિઝાઇન કર્યો છે જ્યારે બ્યૂટી એવૉર્ડસ વખતે મલાઇકાની તસવીરો પણ તેણે જ શૅર કરી હતી.