એનડીએ સાથે છેડો ફાડી શિવસેનાએ પોતાના જ પગ પર કુહાડો માર્યો

0
212
Maharashtra political crisis: Lending support to Shiv Sena, will be a risky deal in the long run for Congress
Maharashtra political crisis: Lending support to Shiv Sena, will be a risky deal in the long run for Congress

Maharashtra Govt: As BJP-NCP Ally, President’s Rule Revoked

Joining hands with the Shiv Sena to form the government in Maharashtra may prove to be a risky deal in the long run for the Congress

# AKSHESHKUMAR SAVALIYA (EDITOR)

Devendra Fadnavis takes oath as Maharashtra Chief Minister again, oath administered by Governor Bhagat Singh Koshyari at Raj Bhawan.

In a political masterstroke, as BJP and NCP formed an early morning alliance government in Maharashtra on November 23, President Ram Nath Kovind released a statement confirming that the President’s rule has been revoked in the state. In a mid-night drama that changed the course of political developments in Maharashtra, BJP’s Devendra Fadnavis took oath as the Chief Minister of Maharashtra for a second term and NCP’s Ajit Pawar as the Deputy Chief Minister of the state. President Ram Nath Kovind released a statement confirming that the President’s rule has been revoked in the state, after BJP-NCP formed a govt staking claim. Earlier on Friday, after the joint meeting of Congress, Shiv Sena and NCP, Sharad Pawar in a statement revealed that there was unanimity on Uddhav Thackeray being the Chief Minister of Maharashtra. He added that the discussions between the parties would continue tomorrow. Furthermore, he exuded confidence that the tie-up would be formally announced on Saturday. As of Friday, with Uddhav Thackeray at the helm, Congress and NCP were going to form the next government with a Deputy CM each. As the BJP-Shiv Sena’s ‘Mahyuti’ of 35 years fell out at the state-level, after Maharashtra Assembly polls with Sena supremo Uddhav Thackeray insisting a 50-50 sharing of Chief Minister post for 2.5 years and portfolios and Fadnavis refused to these demands, the Shiv Sena had allied with the NCP-Congress combination to form a new alliance – ‘Maha Vikas Aghadi’. The Mahayuti alliance swept Maharashtra on October 24, winning a combined tally of 161 (BJP- 105, Sena -56). Meanwhile, the Maha Agadhi alliance (NCP-Congress) won 98 seats (NCP- 54, Congress- 44 ). The halfway mark in 144 in the 288 seat-Assembly.

મુંબઇ:

મહારાષ્ટ્રના રાજકારણમાં એકાએક આવેલા પરિવર્તનના વંટોળથી વિપક્ષ એનસીપી અને શિવસેના તેમજ કોંગ્રેસ સ્તબ્ધ થઈ ગયા છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે ફરી એક વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે જ્યારે એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ રાજકીય તખ્તાપલટને રાજકીય વિશ્લેષકો પણ સમજી શકતા નથી. સમગ્ર ઘટનાક્રમ બાદ મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર શિવસેના અને એનસીપીના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે અને શરદ પવારે શનિવારે બોપરે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલીક સ્પષ્ટતા કરી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે જણાવ્યું કે જે ધારાસભ્યો ભાજપનું સમર્થન કરશે તેમની સામે પક્ષાંતર ધારાની કલમ લાગુ થશે. ભત્રીજા અજીત પવારે ભાજપને ટેકો આપીને નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા તે અંગે શરદ પાવરે કહ્યું કે, આ પાર્ટીની શિષ્ત વિરુદ્ધનું કૃત્ય છે અને એનસીપીનો કોઈ કાર્યકર રાજ્યમાં એનસીપી-ભાજપની સરકારના સમર્થનમાં નથી. એનસીપીના ધારાસભ્યોને રાજભવન લઈ જવાયા હતા જો કે, તેમને એવું જણાવાયું નહતું કે શપથગ્રહણ માટે તેમને ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે, તેમ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ ઉપરાંત શરદ પવારે જણાવ્યું કે અજીતને એનસીપીના વિધાનસભા પક્ષના નેતા તરીકે હટાવવાનો નિર્ણય પાર્ટીની બેઠકમાં લેવાશે. દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ફડણવિસને મુખ્યમંત્રી બનાવવા પર જણાવ્યું હતું કે, આ મહારાષ્ટ્ર પર સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે અને પ્રજા તેનો બદલો જરૂરથી લેશે. ઉદ્ધવે વધુમાં જણાવ્યું કે, આ બંધારણ તેમજ મહારાષ્ટ્રના લોકોના જનાદેશનો અનાદર કરવા સમાન છે. પવારે વધુમાં ઉમેર્યું કે, એનસીપીના ધારાસભ્યોની તૈયાર કરાયેલી યાદી અજીત પવારે રાજ્યપાલને સોંપીને તેમની સાથે છેતરપિંડી આચરી હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. પવારે કહ્યું કે, ભાજપ પાસે પુરતું સંખ્યાબળ નથી અને અમે શિવસેનાના નેતૃત્વમાં સરકાર ઈચ્છીએ છે અમે સાથે જ છીએ.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 18 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની ખેંચતાણ વચ્ચે શિવસેના અને ભાજપનું ગઠબંધન તુટી ગયું છે. આ સાથે જ બંને વચ્ચેનું 30 વર્ષ જુનુ ગઠબંધન તુટી ગયું છે. ભાજપે સરકાર બનાવવાનો ઈનકાર કરતા શિવસેના પોતાના રાજકીય સમીકરણો બેસાડવામાં લાગી ગઈ હતી. માનવામાં આવે છે કે શિવસેના પ્રમુખે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચવાની કવાયત શરૂ કરી દીધી છે. આ દરમિયાન રાજ્યપાલે ત્રીજી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. તે માટે એનસીપીને આજે સાંજે 8.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. એનસીપી નેતા અજિત પવારે મંગળવારે કહ્યું અમે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી છે, તેથી સરકાર બનાવવાનો નિર્ણય એકલા ન લઈ શકીયે. ગઈ કાલે સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અમે તેમના સમર્થન પત્રની રાહ જોતા રહ્યા. પરંતુ સાંજ સુધી તે ન મળ્યો. અમારે એકલાએ પત્ર આપવો યોગ્ય નહતો. અમારી પાસે કુલ 98 ધારાસભ્યો છે. આ દરમિયાન આજે એનસીપી પ્રમુખ શરદ પવાર લીલાવતી હોસ્પિટલમાં દાખલ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતની ખબર જોવા પહોંચ્યા હતા. કોંગ્રેસના સીનિયર નેતા કેસી વેણુગોપાલ અહેમદ પટેલ અને મલ્લીકાર્જૂન ખડગે આજે શરદ પવારને મળશે. દરમિયાન ખડગેએ કહ્યું હતું કે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય લેશે. આ સ્થિતિમાં ભાજપ માટે ભલે હાલ પુરતા મહારાષ્ટ્રમાં સત્તાનો દરવાજો બંધ થતો નજરે પડી રહ્યો હોય. પણ એક રસ્તો બંધ થતા ભાજપ માટે અનેક રસ્તાઓ ખુલ્યા પણ છે. વર્તમાનમાં ભલે ભાજપની સીટો ઘટી હોય પણ લાંબા ગાળાના ભવિષ્ય પર નજર કરવામાં આવે તો વર્તમાન ઘટનાક્રમ ભાજપ માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં પંદર દિવસ પહેલા જ ભાજપ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડેલી શિવસેનાએ હવે તેની સાથે છેડો ફાડી નાખ્યો છે. શિવસેનાએ મુખ્યમંત્રી પદને લઈને પોતાના 30 વર્ષ જુના સાથીદારને જતો કરીને ધુર વિરોધી એવી એનસીપી અને કોંગ્રેસ સાથે સામે ચાલીને જોડાણ કરવા હાથ લંબાવ્યો છે. આ સમીકરણોને લઈને ભાજપનું માનવું છે કે, કોંગ્રેસ અને એનસીપી સાથે શિવસેનાની રાજનૈતિક સફર ખાસ લાંબી નહીં ચાલે કારણ કે વિચારધારાના સ્તર પર પણ આ પાર્ટીઓ એકબીજાની ધુર વિરોધી જ રહી છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર રચાયા બાદ દેશભરમાં ભાજપનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વોત્તરથી લઈને પશ્ચિમ ભારત સુધી અનેક રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર બાનવવામાં સફળ રહી છે. ઉત્તર પ્રદેશ બાદ દેશના સૌથી મોટા રાજ્ય મહારાષ્ટ્ર પર ભાજપની નજર છે. 2014 પહેલા સુધીમાં મહારાષ્ટ્રમાં શિવસેના મોટા ભાઈ તો ભાજપ નાનાભાઈની ભૂમિકામાં રહેતી.
2014ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં સાથે હોવા છતાંયે ભાજપ-શિવસેનાએ જુદા થયા હતાં અને પોતાની રીતે ચૂંટણી લડ્યા હતાં. જેમાં ભાજપ અને શિવસેના બંનેને પોતાની તાકાતનો અંદાજો લાગી ગયો હતો. ભાજપ શક્તિશાળી બની અને શિવસેનાએ જૂનિયર પાર્ટનર તરીકેની હેસિયત સ્વિકારવી પડી. ભાજપ અહીં એકલા હાથે જ 120 બેઠકો જીતવામાં સફળ રહી હતી.
મહારાષ્ટ્રમાં ઉગ્ર હિંદુત્વ, મુસલમાનોનો વિરોધ અને પાકિસ્તાન પર આક્રમક વિચારધારાને લઈને ચાલી હતી, પરંતુ ભાજપે તેનાથી પણ વધારે આક્રમકતા દેખાડતા અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓને આગળ કરી શિવસેના સામે લક્ષ્મણ રેખા બાંધી દીધી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાનો બાળાસાહેબ ઠાકરેના સમયે જે જલવો હતો તે હવે ખતમ થઈ ગયો છે. પરિણામે જ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 164 અને શિવસેના 124 બેઠકો પર મેદાને પડી હતી.
ભાજપને મહારાષ્ટ્રમાં પોતાના બળે સત્તામાં આવવા માટે એક દિવસ તો શિવસેનાનો પીછો છોડાવવાનો જ હતો. તેવામાં શિવસેના મુખ્યમંત્રી પદને લઈને સામે ચાલીને ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે મળી. તેવામાં ભાજપની મનની મુરાદ પુરી થતી જણાય છે, કારણ કે શિવસેના સાથે ભાજપનું ગઠબંધન છેક 19879થી રહ્યું છે. તેવામાં ભાજપે આ મહાયુતિ પોતે ના તોડીને બોલ શિવસેનાની ઝોળીમાં નાખ્યો છે અને તેમાં શિવસેના બરાબરની ભેરવાઈ પણ ગઈ છે.
કોગ્રેસ-એનસીપીની સાથે ગયા બાદ શિવસેનાએ પોતાની ઉગ્ર હિંદુત્વની રાજનીતિ અને મુસ્લીમ વિરોધી રાજકારણ સાથે પણ સમજુતિ કરવી પડશે. તેવામાં હવે ભાજપ આખા મહારાષ્ટ્રમાં એકમાત્ર ઉગ્ર હિંદુત્વનું પ્રતિનિધિત્વ કરતી રાજકીય પાર્ટી બની જશે. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો રામ મંદિરના પક્ષમાં નિર્ણય અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી ભાજપ માટે રાજકીય આધાર વધારવામાં મદદરૂપ થશે અને તે પોતાના દમ પર સત્તામાં આવવા તરફ આગળ વધવા જઈ રહી છે.
સાથે જ ભાજપ માટે હવે મહારાષ્ટ્રમાં મેદાન સંપુર્ણ રીતે ખુલી ગયું છે અને ભવિષ્યમાં યોજાનારા રાજકીય સંગ્રામમાં ભાજપ વિરૂદ્ધ ઓલ પાર્ટી વચ્ચે રણસંગ્રામ જામશે. તેવામાં ભાજપને આશા છે કે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં એકલા હાથે 288 બેઠકો પર તાલ ઠોકી પરિણામો સુધારી શકે છે. જ્યારે શિવસેના હાલ ભલે કોંગ્રેસ અને એનસીપી મળીને સરકાર બનાવી લે પણ ભવિષ્યમાં રાજકીય રણભૂમિમાં તેના મતદારો મોં ફેરવી શકે છે. નજીકના નફાના ચક્કરમાં શિવસેના દૂરનું નુંકશાન કરી બેઠી છે.