Sunday, December 22, 2024
HomeReligionમહા શિવરાત્રી : જીવ અને શિવના મિલનનું પર્વ, ભગવાન શિવની આરાધનાનો પ્રમુખ...

મહા શિવરાત્રી : જીવ અને શિવના મિલનનું પર્વ, ભગવાન શિવની આરાધનાનો પ્રમુખ દિવસ

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

શિવરાત્રિનું પર્વ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ઊજવાય છે. શિવરાત્રિ એટલે શિવ+રાત્રિ એમ બે શબ્દો સંકળાયેલા છે

આ મહાન પર્વ મહા વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને ભગવાન શિવની આરાધનાનો પ્રમુખ દિવસ માનવામાં આવે છે. ભગવાન શિવ જ એક એવા આરાધ્ય દેવ છે કે જેમાં રાત્રી નું જાગરણ અને ઉપવાસ નું મહત્વ છે. મહાશિવરાત્રી પાછળ ની પૌરાણિક કથા કંઇક આવી છે. – બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે એક દિવસ શબ્દો ની બોલાચાલી થઇ અને વાત વણસતી ગઈ અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું। આ અનર્થ થી ડરી ને તેને અટકાવવા શિવજી પાસે આવીને વિનંતી કરી. પરિસ્થિતિ ને સંભાળવા માટે શિવજી અગ્નિ ના થાંભલા રૂપે બંને ની વચ્ચે આવીને ઉભા રહી ગયા અને યુદ્ધ અટકી ગયું। ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુ એ શરમિંદા થઇ ને શિવજી ની આરાધના શરૂ કરી. તેમની આરાધના થી પ્રસન્ન થઇ ને શિવજી એ કહ્યું આજનો શુભ દિવસ ખુબ જ પવિત્ર , દિવ્ય અને માંગલિક છે અને આજથી આ દિવસ શિવરાત્રી ના નામે પૂજાશે। તેમને કહ્યું જે દિવસે હું પ્રગટ થયો તે માઘ એટલે કે મહા મહિના ની રાત્રીએ આદ્રા નક્ષત્ર હતું। તેથી આ માસમાં આદ્રા નક્ષત્ર માં ઉપવાસ અને જાગરણ કરી વ્રત રાખશે તેને અક્ષય એટલે કે ઉત્તમ પુણ્ય મળશે। ત્યારથી આ પર્વને મહાશિવરાત્રી ના નામથી ઉજવવામાં આવે છે. બીજી કથા કઈક આવી છે, એક પારધી શિકાર માટે જંગલ માં ગયો. આખો દિવસ વનમાં ભટક્યા છતાં પણ શિકાર ના મળ્યો। તેણે વિચાર્યું કે ખાલી હાથે ઘરે પાછો જઈશ તો મારી પત્ની અને બાળકો શું વિચારશે ? આમ કરતા રાત પડી ગઈ. તેથી એક તળાવ ના કાઠે બીલીનું વૃક્ષ હતું તેના પર ચઢી ને બેસી ગયો. તેને લાગ્યું કે તળાવ નું પાણી પીવા કોઈ પરની તો જરૂર થી આવશે જ. એ વૃક્ષ ની નીચે એક શિવલિંગ હતું। તેની તેને ખબર નહોતી। રાતે શિકાર ની રાહ જોતા જોતા બીલી ના પણ તોડી તોડી ને નીચે નાખતો ગયો અને એ પણ શિવલિંગ ઉપર પડતા ગયા. અજાણતા એ શિવલિંગ ની પૂજા કરતો ગયો.એટલીવાર માં હરણાં ઓ ત્યાં પાણી પીવા આવ્યા અને તેમને જોઈ શિકારી ખુશ થઇ ગયો અને બાણ ચડાવ્યું। તે જોઈ હરણાં એ તેની પાસે આવીને કહ્યું અમને અત્યારે ના મારશો અમારા બાળબચ્ચા અમારી રાહ જોઈ રહ્યા છે. અમને મારવા જ હોય તો અમારા પુરા પરિવાર ને સાથે મારો। અમે સવારે સૂર્યોદય પહેલા સમગ્ર પરિવાર સાથે અહી આવી જઈશું , પરંતુ અત્યારે અમે જવાની રાજા આપો. કોઈ કારણસર પારધીને હારના પર દયા આવી. કારણ કદાચ એ પણ હોય કે તેણે આખી રાત બીલીપત્ર થી શિવલિંગ નું પજાન કર્યું અને જાગરણ પણ કર્યું। તેનું હૃદય પીગળી ગયું અને તેણે હરણને કહ્યું , સારું અત્યારે તો હું તમને જવા દુ છું પરંતુ તમારે જલ્દી જ પાછા આવવું પડશે। હરણાં ત્યાંથી જતા રહ્યા અને શિકારી તેમની રાહ જોતા જોતા ફરી બીલી ના અપન નીચે શિવલિંગ પર નાખતો ગયો. સવાર થવાની તૈયારી જ હતી અને હરણાં પોતાના પુરા પરિવાર સાથે આવીને ત્યાં ઉભા રહી ગયા. પારધી ના આનંદ નો પર ના રહ્યો।. તેમની વચનબદ્ધતા થી એ ખુબ જ પ્રસન્ન થઇ ગયો. શિવલિંગ ની અજાણપણે થયેલી પૂજા થી એનું હૃદય પીગળી ગયું અને પ્રાણીઓ ની મહાનતા ને એને મનોમન પ્રણામ કર્યા। પારધી ની બુદ્ધિ બદલાઈ ગઈ અને હરણાઓ ને એણે પાછા જવા દીધા. આખી રાત કરેલા બીલી ના અભિષેક ના કારણે તેની બુદ્ધિ માં પરિવર્તન આવ્યું। એટલે કે, અજાણપણે કરેલી પૂજાથી જો મનુષ્યનું મન આટલું બદલાઈ જતું હોય તો સમજણ પૂર્વક વિધિસર આ વ્રત કરવાથી માનવ જીવન સાર્થક બને છે.
શિવરાત્રિ વ્રત ક્યારે કરાય?:
જેને આ વ્રત કરવું હોય તેને ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિ વ્રત કરે છે તેને અનંત ફળ મળે છે.
શિવરાત્રિ સાથે જોડાયેલ કથાઓ:
સમુદ્રમંથન – એક કથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વિકાર કરવા માટે તૈયાર ના થયા, કેમકે હળાહળ (અતિ ભયાનક વિષ) એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પુછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે.
શિકારી અને હરણાંની વાર્તા – શિવરાત્રિના સંદર્ભમાં શિકારી અને હરણાંની વાર્તા પ્રચલિત છે. શિકારી હરણીનો શિકાર કરવા તત્પર બને છે ત્યારે હરણી કહે છે કે હું મારાં બાળકોને મળીને આવું તેટલી મને રજા આપ, પછી હું તારા શિકાર માટે હાજર થઈશ. શિકારી એ વાત માની ગયો. જંગલમાં રાત્રિનો સમય સલામતીથી વિતાવવા શિકારી બીલીના વૃક્ષ ઉપર ચઢી ગયો. રાત્રિ દરમિયાન તે પાંદડાં તોડીને નીચે ફેંકવા લાગ્યો. આ વૃક્ષ નીચે શિવલિંગ આવેલું હતું. બીજી તરફ, હરણીએ ઘેર જઈને શિકારી સાથેની વાતચીત કહી સંભળાવી. હરણી, હરણ અને હરણબાળ સૌ સમર્પણ માટે તૈયાર થયાં. તે સૌ વાયદા મુજબ શિકારી પાસે આવ્યાં. રાત્રિનો ઉપવાસ અને શિવલિંગ ઉપર બીલીપત્ર ફેંકતાં શિકારીના હૃદયમાં પરિવર્તન થયું હતું. તેવામાં મરવા તત્પર બનેલા હરણ પરિવારને જોતાં તેને આશ્ચર્ય થયું. તેનાથી તે પ્રસન્ન થયો. તેણે સાચાબોલાં હરણાંને જીવતદાન આપ્યું. એમ કહેવાય છે કે આ ઘટનાથી શિકારી અને હરણાં સ્વર્ગવાસી થયાં.
શિવરાત્રિ પુજા અને વ્રત કેવી રીતે કરાય? – શિવની પુજા શુદ્ધ પાણી કે ગંગાજળ, કાચું દૂધ (ગાયનું), મધ, દહી, શેરડીના રસથી કરવી. ચંદન અને કેસરથી શિવલિંગનું અનુલેપન કરવું. સાથે જ ધતૂરો, આમ્ર અને બિલિપત્ર ચઢાવવા. શિવની પૂજામાં ધતૂરો, કરેણ, બીલીપત્ર આદિ પુષ્પો ચઢાવવામાં આવે છે. શિવની ચાર પ્રહરની પુજા કરવામાં આવે છે. શિવરાત્રિના દિવસે જાગરણ કરવામાં આવે છે. જાગરણ તો માત્ર પ્રતીક છે. આ માત્ર એક રાત્રિનું સ્થૂળ જાગરણ નથી, પણ આ સંગમયુગમાં આત્માની જ્યોતિ જગાડવાનું, આત્માને જાગૃત કરવાનું સૂચન કરે છે.
મહાશિવરાત્રિના દિવસે હંમેશની તુલનામાં હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ માટે ‘ૐ નમ: શિવાય’ નામ જાપ વધારેમાં વધારે કરવો. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. પ્રાચીન સમયે ઋષિઓ કંદમૂળ ખાઈને ભોજનની આસક્તિ વિના ધ્યાન, ભક્તિ, પૂજા, પ્રાર્થના, તપસ્યા કરતા હતા. શિવરાત્રિમાં કંદમૂળનો ખૂબ ઉપયોગ થાય છે.
આ દિવસે ભાંગને શિવની પ્રસાદી રૂપે ગ્રહણ કરાય છે. આ વ્રત બાર, ચૌદ અથવા ચોવીસ વર્ષો સુધી થઈ શકે છે. પછી તેનું ઉદ્યાપન કરવું. વ્રતની સમાપ્તિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવું. બ્રાહ્મણોના આશીર્વાદ મેળવીને વ્રતની સમાપ્તિ કરવી.

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here