નિર્ભયા પ્રકરણ : અપરાધીઓને ૨૦મી માર્ચે ફાંસી: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવેસરથી ડેથ વોરંટ જારી કર્યું

0
69
The four convicts of the Nirbhaya gang rape case will be hanged on March 20th at 5.30 am, a Delhi court has said.
The four convicts of the Nirbhaya gang rape case will be hanged on March 20th at 5.30 am, a Delhi court has said.

ચારેય અપરાધીઓને ૨૦મી માર્ચના દિવસે સવારે ૫.૩૦ વાગે ફાંસી આપી દેવાશે : અંતિમ તારીખ હોવાનો નિષ્ણાંતોનો મત : બચવા માટે વિકલ્પો નથી

નવી દિલ્હી, તા.૫
વર્ષ ૨૦૧૨ના નિર્ભયા કાંડના અપરાધીઓની ફાંસીની તારીખ અંગે હવે ફેસલો થઈ ચુક્યો છે. દિલ્હીની પટિયાળા હાઉસ કોર્ટે ચારેય દોષિતોની ફાંસી માટે ૨૦મી માર્ચની તારીખ નક્કી કરી છે. નિર્ભયાના દોષિતોની ફાંસી માટે આ અંતિમ તારીખ છે. ચારેય દોષિત પવન ગુપ્તા, અક્ષય ઠાકુર, વિનય શર્મા, મુકેશને ૨૦મી માર્ચના દિવસે સવારે ૫.૩૦ વાગે ફાંસી આપી દેવામાં આવશે. કોર્ટના નિયમ મુજબ તમામ દોષિત પોતાના વકીલને મળી શકશે. નવેસરના ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ અપરાધીઓના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, ચાર વખત દોષિતોની ન્યાયિક હત્યા કરવામાં આવી ચુકી છે. કેટલી વખત દોષિતોની હત્યા કરવામાં આવશે. સીઆરપીસી કહે છે કે, એકથી વધુ વખત હત્યા કરી શકાય નહી. તેમણે કહ્યું હતું કે, રાજ્ય તરફથી પ્રાયોજિત હત્યા કરી શકાય નહીં. એપી સિંહે કહ્યું હતું કે, આ કોઈ આતંકવાદીઓ નથી. જેલમાં રહીને પોતાનામાં સુધારો કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હજુ કાનુની વિકલ્પ રહેલા છે. અમને ભયભીત કરવામાં આવી રહ્યા છે. અપમાનિત કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ નિર્ભયાની માતા આશા દેવીએ કોર્ટના આદેશને લઈને ખુશી વ્યક્ત કરી છે. અને કહ્યું છે કે, હજુ આ દોષિતો ફાંસીની સજા ટાળવા માટે કોઈ નવા દાવ પેજ કરી શકે છે.દરેક ચીજ માટે કોઈ એક અંત હોય છે. હવે નવેસરથી ડેથ વોરંટ જારી કરાયા બાદ અપરાધીઓને ફાંસી થશે. નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, જ્યાં સુધી દોષિતોને ફાંસી થતી નથી ત્યાં સુધી અમે હાર માનીશું નહીં. અમે લડવા માટે તૈયાર છે. તેમની જીત એ વખતે થશે જ્યારે અપરાધીઓને ફાંસી ઉપર લડકાવી દેવામાં આવશે. કાનુની નિષ્ણાંતોના કહેવા મુજબ હવે નવી તારીખ બાદ દોષિતો પાસે ફાંસીથી બચવા માટે કોઈ વિકલ્પ રહ્યા નથી. આ પહેલા દિલ્હી સરકારે કોઈ પણ સમય ગુમાવ્યા વિના પોતાની અરજી દાખલ કરીને નિર્ભયાના દોષિતોને ફાંસી માટેની નવી તારીખ નક્કી કરવા અપીલ કરી હતી. એડિશનલ સેસન જજ ધર્મેન્દ્ર રાણાએ ચારેય દોષિતોને આજ સુધી પોતાના જવાબ દાખલ કરવા કહ્યું હતું. તિહાર જેલ વહીવટી તંત્ર તરફથી સરકારી વકીલ ઈરફાન અહેમદે કહ્યું હતું કે, દોષિતો માટે હવે કોઈ કાનુની વિકલ્પ રહ્યા નથી. તેમણે કોર્ટમાં કહ્યું હતું, દોષિતોને નોટીસ આપવાની જરૂર નથી. સરકારના આ તર્કથી કોર્ટ સહમત થઈ ન હતી. દોષિતોને નોટીસ જારી કરીને સેંસન્સ જજ રાણાએ કહ્યું હતું કે, કુદરતી ન્યાયના સિદ્ધાંથ કલમ ૨૧ના હિસ્સા તરીકે છે. બીજી પક્ષને સંભાળવાની બાબતને નજર અંદાજ કરી શકાય નહીં. નિર્ભયા ગેંગ રેપના ચારેય અપરાધીઓની દયાની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. હવે તેમની પાસે કોઈ વિકલ્પ રહ્યા નથી. તિહાર જેલમાં ફાંસી માટેની તૈયારી પણ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ દોષિતોની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ચારેય પૈકી કોઈ એક અથવા ચારેય કાનુની રીતે ફાંસી પર લટકતા પહેલા આપઘાત ન કરે અથવા તો જેલથી ફરાર થવાના પ્રયાસ ન કરે તે માટે આ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. નિર્ભયા મામલામાં છેલ્લા ઘણા સમયથી કાનુની દાવપેચનો દોર ચાલી રહ્યો છે. નિર્ભયા મામલામાં વારંવાર ડેથ વોરંટ પણ જારી કરવામાં આવ્યા છે.
નિર્ભયા મામલામાં ચાર અપરાધીઓને ડેથ વોરંટ અગાઉ પણ જારી થઈ ચુક્યા છે. આ મામલામાં કુલ છ અપરાધીઓ રહેલા હતા. જે પૈકી એક અપરાધી રામસિંહે જેલમાં આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ આ મામલામાં તપાસનો સિલસિલો યથાવત રીતે આગળ વધ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મામલામાં ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી હતી. અપરાધીઓએ ફાંસીને ટાળવાના તમામ દાવપેચ અજમાવ્યા હતા. તમામ વિકલ્પો હવે પૂર્ણ થઈ ચુક્યા છે. નિર્ભયાની માતાનું કહેવુ છે કે, આખરે હવે ન્યાય મળનાર છે. ૨૩મી માર્ચના દિવસે સુપ્રીમ કોર્ટના સુનાવણી થનાર છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવુ છે કે, ૨૩મી માર્ચના દિવસે સુનાવણીને લઈ નિર્ભયાના દોષિતોને કોઈ અસર થશે નહીં. આ સુનાવણી ભવિષ્યને ધ્યાનમાં લઈને કરવામાં આવનાર છે. સસ્પેન્સની Âસ્થતિ હજુ પણ રહેલી છે. દોષિતોને અલગ અલગ રીતે ફાંસી આપવાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અરજી કરાઈ હતી. જેના ઉપર ૨૩મી માર્ચે સુનાવણી થનાર છે.

આરોપી તરીકે કેસમાં છ લોકો હતા:
વર્ષ ૨૦૧૨ના નિર્ભયા કાંડના અપરાધીઓની ફાંસીની તારીખ અંગે હવે ફેસલો થઈ ચુક્યો છે. દિલ્હીની પટિયાળા હાઉસ કોર્ટે ચારેય દોષિતોની ફાંસી માટે ૨૦મી માર્ચની તારીખ નક્કી કરી છે. નિર્ભયાના દોષિતોની ફાંસી માટે આ અંતિમ તારીખ છે. ચારેય દોષિત પવન ગુપ્તા, અક્ષય ઠાકુર, વિનય શર્મા, મુકેશને ૨૦મી માર્ચના દિવસે સવારે ૫.૩૦ વાગે ફાંસી આપી દેવામાં આવશે. નિર્ભયા કેસનો વિસ્તૃત ઘટનાક્રમ નીચે મુજબ છે.
૧૬મી ડિસેમ્બર ૨૦૧૨
દિલ્હીના મુનીરકા વિસ્તારમાં ચાલતી બસમાં નિર્ભયા પર છ લોકોએ ગેંગરેપ ગુજાર્યો હતો જેથી દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ રેપ પીડિતા અને તેના સાથીને ચાલતી બસમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. બંનેને ગંભીર ઇજાઓ થઇ હતી. મોડેથી નિર્ભયાનું મોત થયું હતું.
૨૯મી ડિસેમ્બર ૨૦૧૨
દેશભરમાં લોકોના આક્રોશ વચ્ચે ગંભીરરીતે ઇજાગ્રસ્ત રહેલી પીડિતાને સારવાર માટે સિંગાપોર મોકલી દેવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી દેશભરમાં નારાજગીનું મોજુ વધી ગયું હતું. લોકો જાહેરરસ્તા પર મેદાનમાં આવી ગયા હતા અને નરાધમોને અતિ કઠોર સજા કરવાની માંગ થઇ હતી.
૧૧મી માર્ચ ૨૦૧૩
જારદાર વિરોધ પ્રદર્શન વચ્ચે દબાણ વધતા પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી અને ત્યારબાદ તપાસનો સિલસિલો શરૂ થયો હતો. આ ગાળા દરમિયાન જ મુખ્ય આરોપી રામસિંહે તિહાર જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી.
૩૧મી ઓગસ્ટ ૨૦૧૩
આ સમગ્ર મામલામાં છ અપરાધીઓ પૈકી એક કિશોર હોવાથી તેને જુએનાઇલ આવાસમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ આરોપીને જુએનાઇલ કોર્ટ તરફથી ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ શખ્સ પણ ખુબ ખતરનાક હોવાથી તેને પુખ્તવયના તરીકે ગણીને તેની સામે કોઇ રાહત ન રાખવા અને કોઇ દયા ન દર્શાવવા માટે રજૂઆત કરાઈ હતી
૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩
નિર્ભયા ગેંગરેપ મામલામાં ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે સાકેત કોર્ટે બાકી રહેલા ચાર અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ત્યારબાદ તમામ અપરાધીઓએ આ ચુકાદાની સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
૧૩મી માર્ચ ૨૦૧૪
મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી પછી હાઈકોર્ટે આ અતિસંવેદનશીલ મામલામાં અપરાધીઓને કોઇપણ પ્રકારની રાહત આપી ન હતી અને ફાંસીની સજા અકબંધ રાખી હતી
૫મી મે ૨૦૧૭
ન્યાયિક પ્રક્રિયા હેઠળ આરોપીઓએ હાઈકોર્ટમાંથી ફાંસીની સજા મળી ગયા બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અહીંથી પણ બળાત્કારીઓને કોઇપણ પ્રકારની રાહત મળી ન હતી અને ફાંસીની સજા ઉપર સુપ્રીમ કોર્ટે મંજુરીની મહોર મારી દીધી હતી
૯મી જુલાઈ ૨૦૧૮
સુપ્રીમ કોર્ટે ચારેય નરાધમોને ફાંસીની સજા અકબંધ રાખ્યા બાદ ચારેયને ફેરવિચારણા અરજી દાખલ કરવાની જરૂર પડી હતી. જા કે, સુપ્રીમ કોર્ટે તેમની ફેરવિચારણા અરજીને ફગાવીને સજાને અકબંધ રાખી હતી
૯મી નવેમ્બર ૨૦૧૯
નિર્ભયા ગેંગરેપમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા આરોપી વિનય શર્મા તરફથી દયાની અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ ફગાવી દેવાઈ હતી
પહેલી ડિસેમ્બર ૨૦૧૯
દિલ્હી સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયને ગેંગરેપ મામલામાં અરજીને ફગાવી દેવા માટે ભલામણ કરી હતી જેને Âસ્વકારી લેવાઈ હતી. છઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રપતિ સમક્ષ આ જધન્ય અપરાધીઓને કોઇપણ પ્રકારની દયા ન રાખવા માટે અપીલ કરી હતી
૭મી જાન્યુઆરી ૨૦૨૦
૭મી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પટિયાલા હાઉસ કોર્ટે તમામ ચારેય નરાધમો સામે ડેથવોરંટ જારી કરીને ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે ૭ વાગે તિહાર જેલમાં ફાંસી આપવા માટે આદેશ કર્યો હતો
૧૭મી જાન્યુઆરી ૨૦૨૦
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયાના દોષિતની દયાની અરજીને ફગાવી દીધી હતી. અપરાધી મુકેશ સિંહે દયાની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાંથી ક્યુરેટિવ અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી
૧૭મી જાન્યુઆરી ૨૦૨૦
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતો સામે નવું ડેથ વોરંટ જારી કર્યું હતું. આ દોષિતોને પહેલી ફેબ્રુઆરીના દિવસે સવારે છ વાગે ફાંસી આપવા આદેશ કરવામાં આવ્યો હતો. જાકે ૧૭મી જાન્યુઆરીના દિવસનો ચુકાદો પહેલી ફેબ્રુઆરી સુધી મોકુફ કરી દેવાયો હતો.
૩૧મી જાન્યુઆરી ૨૦૨૦
ટ્રાયલ કોર્ટે ચારેય અપરાધીઓના ફાંસીના આદેશ ઉપર નવેસરથી આદેશ ન આવે ત્યાં સુધી મનાઈ હુકમ મુક્યો હતો.
૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૦
દિલ્હીની પટીયાલા કોર્ટે ચારેય અપરાધીઓ સામે નવેસરથી ડેથ વોરંટ જારી કરીને ત્રીજી માર્ચના દિવસે સવારે છ વાગે ફાંસી આપવા માટેનો આદેશ કર્યો હતો.
૫મી માર્ચ ૨૦૨૦
પટિયાલા હાઉસ કોર્ટે નવેસરથી ડેથ વોરંટ જારી કરીને ૨૦મી માર્ચના દિવસે સવારે પાંચ વાગે ફાંસી આપવની જાહેરાત કરી છે.

છ નરાઘમો અપરાધમાં સામેલ રહ્યા હતા : કમકમાટીભર્યો નિર્ભયા કેસ
વર્ષ ૨૦૧૨ના નિર્ભયા કાંડના અપરાધીઓની ફાંસીની તારીખ અંગે હવે ફેસલો થઈ ચુક્યો છે. દિલ્હીની પટિયાળા હાઉસ કોર્ટે ચારેય દોષિતોની ફાંસી માટે ૨૦મી માર્ચની તારીખ નક્કી કરી છે. નિર્ભયાના દોષિતોની ફાંસી માટે આ અંતિમ તારીખ છે. ચારેય દોષિત પવન ગુપ્તા, અક્ષય ઠાકુર, વિનય શર્મા, મુકેશને ૨૦મી માર્ચના દિવસે સવારે ૫.૩૦ વાગે ફાંસી આપી દેવામાં આવશે. કોર્ટના નિયમ મુજબ તમામ દોષિત પોતાના વકીલને મળી શકશે. તમામ લોકો જાણે છે કે નિર્ભયા મામલામાં આ ચાર અપરાધીઓ ઉપરાંત કુલ છ લોકો હતા. જેમાં એક સગીર પણ સામેલ છે. જ્યારે એક આરોપી રામસિંહે જેલમાં જ આપઘાત કરી લીધો હતો. નિર્ભયા મામલામાં અનેક ઉતાર ચઢાવ વારંવાર આવતા રહ્ય હતા. ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે દિલ્હી કોર્ટે ચારેય અપરાધીઓને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારબાદથી આ કેસ ચાલી રહ્યો હતો. નિર્ભયા પ્રકરણ શું છે તે નીચે મુજબ છે.
@ ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે રાત્રે દિલ્હીમાં ગેંગરેપની ઘટના બની હતી
@ પેરામેડિકલની વિદ્યાર્થીનિ પર ચાલતી બસમાં કેટલાક નરાધમ દ્વારા અમાનવીય રીતે બળાત્કાર કરાયો હતો
@ વિદ્યાર્થિની પોતાના મિત્ર સાથે ઘરે જવા માટે બસમાં બેસી ગયા બાદ તેના પર અત્યાચાર કરાયો હતો
@ બનાવમાં તે એટલી હદ સુધી ઇજાગ્રસ્ત થઇ હતી કે તેનુ થોડાક દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ મોત થયું હતુ
@ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે તેના મોત બાદ દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનનો દોર ચાલ્યો હતો. ૧૩ દિવસ બાદ સિંગાપોરની હોÂસ્પટલમાં નિર્ભયાનું મોત થયું હતું
@ એ વખતે હચમચી ઉઠેલી સરકારને તરત જ મહિલાઓ પર થતા અત્યાચાર કાયદામાં સુધાર કર્યા હતા.