આરટીઓમાં નવા વાહનોની નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો

0
31

અમદાવાદ,તા.૧૬
સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને ૧૫ હજાર નવા વાહનોની નોંધણી થતી હતી, હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાય છે.
અમદાવાદ આરટીઓ કચેરી પણ કોરોના ઝપેટમાં આવી ગઈ છે. કોરોનાના કહેર ને કારણે કચેરીને મોટું આર્થિક નુકસાન થયું છે. કોરોને કારણે ધંધા-રોજગાર ભાંગી પડતા લોકોની લાઇફ સ્ટાઇમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી જ કંઈક અસર બજારમાં જોવા મળી રહી છે. આરટીએ ખાતે વાહન નોંધણી ના આંકડાની વાત કરવામાં આવે તો કોરોના પહેલા સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને ૧૫ હજાર નવા વાહનોની નોંધણી થતી હતી. હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાયા છે. એટલે કે વાહનોની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
અમદાવાદ આરટીઓ બી. વી. લીંબાસિયાએ ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું જતું કે, “એક મહિનામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેનું રજિસ્ટ્રેશન ૧૫ હજાર જેટલું થતું હતું. પરંતુ હવે કોરોનાની ખૂબ મોટી અસર જોવા મળી છે. આ કારણે નવા વાહનોનાં રજિસ્ટ્રેશનમાં મોટો ઘટાડો થયો છે. આરટીઓની આવક ઘટી છે. આરટીઓ કચેરીમાં દર મહિને ૧ કરોડથી વધુની આવક થતી હતી. પરંતુ કોરોનાના કારણે આરટીઓની આવકમાં મોટા ફટકો પડયો છે.”