નવ વર્ષ પછી વિશ્વના ટોપ-૧૦ અમીરોમાં મુકેશ અંબાણી સામેલ

0
10
કોરોનાના કારણે અરામકોની ડીલ ટળી રહી હતી તો રિલાયન્સે જિયો પ્લેટફોર્મ્સનો સ્ટેક વેચીવાનું શરૂ કર્યું અને દેવા મુક્ત થઈ
કોરોનાના કારણે અરામકોની ડીલ ટળી રહી હતી તો રિલાયન્સે જિયો પ્લેટફોર્મ્સનો સ્ટેક વેચીવાનું શરૂ કર્યું અને દેવા મુક્ત થઈ

નવીદિલ્હી,તા.૧૬
ત્રણ મહીનાની અંદર રિલાયન્સને ૧૪ રોકાણકારો મળી ગયા છે. હવે ગૂગલ, જિયો પ્લેટફોર્મ્સમાં ૩૩,૭૩૭ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ૭.૭૩ ટકા હિસ્સો ખરીદશે.મુકેશ અંબાણીએ રિલાયન્સની ૪૩મી એજીએમમાં તેની જાહેરાત કરી છે. એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટના કારણે ઘણી કંપનીઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ મુકેશ અંબાણી પોતાની કંપની માટે સતત નવા રોકાણકારો લાવી રહ્યાં છે. આ કારણે તેમની કંપની દેવા મુક્ત થઈ ગઈ છે. અંબાણી નવ વર્ષ પછી વિશ્વના દસ અમીરોના લિસ્ટમાં સામેલ થઈ ગયા છે.
કોરોનામાં મુકેશ અંબાણીની નેટવર્થ કઈ રીતે વધી. જિયો પ્લેટફોર્મ્સમાં એક પછી એક ૧૪ રોકાણકારોને લાવીને અને આરઆઈએલના રાઈટ્‌સ ઈશ્યુથી રકમ એકત્રિત કરીને તેમણે કંપનીને કઈ રીતે નેટ ડેટ ફ્રી કરી ? વિશ્વના સૌથી અમીર લોકોને એક પછી એક કઈ રીતે પાછળ છોડી રહ્યાં છે ? દેશના ટોપ અબજોપતિની નેટવર્થ તેમની સરખામણીમાં ક્યાં છે ? આ રિપોર્ટમાં આપણે આ સવાલોના જવાબો જાણીશું.
૨૨ માર્ચે દેશમાં જનતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો. તે દિવસે મુકેશ અંબાણીની નેટવર્થ ૨.૮૪ લાખ કરોડ રૂપિયા હતી. ૨૪ માર્ચે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. દરેક પ્રકારની ગતિવિધિ ઠપ થઈ ગઈ. જોકે, અંબાણીની નેટવર્થ વધતી ગઈ. જૂનમાં આપણે લોકડાઉનમાંથી અનલોકના પ્રથમ તબક્કામાં આવી ગયા. અનલોક શરૂ થવાના બે દિવસ પહેલા જ અંબાણીની નેટવર્થ ૪ લાખ કરોડને વટાવી ગઈ. એટલે કે લોકડાઉન દરમિયાન તેમની નેટવર્થમાં કુલ ૪૨ ટકાનો વધારો થયો છે.
અપ્રેલની શરૂઆતમાં જ્યારે ફોર્બ્સે ૨૦૨૦માં અમીરોનું લિસ્ટ જાહેર કર્યું તે સમયે મુકેશ અંબાણીની નેટ વર્થ ૨૭૭ હજાર કરોડ હતી. અઢી મહિનામાં તે વધીને ૫૫૧ હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે અઢી મહિનામાં અંબાણીની નેટવર્થમાં ૯૯ ટકાનો વધારો થયો છે.
૧૨ ઓગસ્ટ ૨૦૧૯, રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે તેમની કંપની ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં પોતાને નેટ ડેટ ફ્રી કરી લેશે. ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ રિલાયન્સની ઉપર ૧,૬૧,૦૩૫ કરોડ રૂપિયાનું દેવું હતું. ૨૨ એપ્રિલે કંપનીને પ્રથમ ઈન્વેસ્ટર ફેસબુક ઈન્કના રૂપમાં મળ્યો.અગામી ૫૮ દિવસમાં કંપનીએ ૧૧ ઈન્વેસ્ટર્સને જિયો પ્લેટફોર્મ્સનો ૨૪.૭૦ ટકા સ્ટેક વેચીને ૧,૧૫,૬૯૩.૯૫ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ એકત્રિત કર્યું. આ દરમિયાન ૨૦ મેથી ૩ જૂનની વચ્ચે આરઆઈએલએ રાઈટ ઈશ્યુથી ૫૩,૧૨૪.૨૦ કરોડ રૂપિયા એકત્રિત કર્યા. આ રીતે કંપની કુલ ૧,૬૮,૮૧૮.૧૫ કરોડ એકત્રિત કરીને ૧૮ જૂને નેટ ડેટ ફ્રી થઈ ગઈ.
૧૮ જૂન પછી કંપનીએ ઈન્ટેલ કેપિટલને ૦.૩૯ ટકા, ક્વાલકોમ વેન્ચર્સને ૦.૧૫ ટકા અને ગુગલને ૭.૭ ટકા હિસ્સો વેચ્યો. તેનાથી કંપનીને ૩૬,૩૬૧.૫ કરોડ રૂપિયા એકત્રિત કર્યા. આ રીતે ત્રણ મહિનાની અંદર જિયો પ્લેટફોર્મ્સનો ૩૨.૯૭ ટકા હિસ્સો વેચીને કંપનીએ ૧૫,૨૦,૦૫૫.૪૫ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. ઓગસ્ટમાં જ મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેમની કંપની રિફાઈનિંગ એન્ડ પેટ્રોકેમિકલ બિઝનેસનો ૨૦ ટકા સ્ટેક સાઉદી અરબની પેટ્રોકેમિકલ કંપની અરામકોને વેચશે. તે સમયે ડીલની વેલ્યુ ૧૫ બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ ૧૦૫ હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. તેનાથી કંપનીનું ૬૦ ટકા દેવું ઉતરી જાત.
જોકે ઓગસ્ટ ૨૦૧૯થી ૨૦૨૦ સુધી ક્રુડ ઓઈલની કિંમત ૬૫ ટકા ઘટી. આવી સ્થિતિમાં સ્ટેક વેચીને રિલાયન્સને આશા મુજબ રોકાણ ન મળત. કોરોનાના કારણે અરામકોની ડીલ ટળી રહી હતી તો રિલાયન્સે જિયો પ્લેટફોર્મ્સનો સ્ટેક વેચીવાનું શરૂ કર્યું અને દેવા મુક્ત થઈ.