અમદાવાદના બ્યુટીપાર્લરમાં મહિલાની છેડતીની વિચિત્ર ઘટના

0
5
બ્યુટીપાર્લર ચલાવતી 33 વર્ષીય મહિલાના મોઢા પર હાથ મૂકી જમણો હાથ પકડી લીધો હતો.
બ્યુટીપાર્લર ચલાવતી 33 વર્ષીય મહિલાના મોઢા પર હાથ મૂકી જમણો હાથ પકડી લીધો હતો.

અમદાવાદ :શહેરમાં મહિલાઓની હવે સરેઆમ છેડતીના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં મહિલાની છેડતી મામલે એક વિચિત્ર ઘટના સામે આવી છે. સાઉથ બોપલમાં એક બ્યુટીપાર્લરમાં સ્ત્રીવેશમાં આવેલા બુકાનીધારીએ મહિલાની છેડતી કરી હતી. ઘટનામાં ભોગ બનનાર મહિલાએ અજાણ્યા શખસ વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા એક બ્યુટીપાર્લરમાં સ્ત્રીવેશમાં ઘૂસેલા બુકાનીધારી શખ્સની ચાલ અને અવાજ પુરુષ જેવો હતો. તે વ્યક્તિએ ઘુમા ખાતે રહેતી અને સાઉથ બોપલમાં બ્યુટીપાર્લર ચલાવતી 33 વર્ષીય મહિલાના મોઢા પર હાથ મૂકી જમણો હાથ પકડી લીધો હતો. જોકે મહિલાએ હિમ્મતભેર પ્રતિકાર કરતા શખ્સને ધક્કો મારી બ્યુટી પાર્લરની બહાર આવી ગઈ હતી. જેથી સ્ત્રીવેશમાં આવેલો શખ્સ ફરાર થઈ ગયો હતો. આ ઘટના અમદાવાદમાં ગત રવિવારે સવારે 11 વાગ્યે બ્યુટી પાર્લરમાં બની હતી. રવિવારે 3 વાગયાની આસપાસ સાઉથ બોપલમાં આવેલા બ્યુટી પાર્લરમાં એકલા હાજર મહિલા ટી.વી. જોતા હતા. તે સમયે મોઢા પર માસ્ક અને દુપટ્ટો બાંધી સફેદ કુર્તી અને બ્લેક પ્લાઝો પહેરેલી અજાણી વ્યક્તિ આવી હતી. તે વ્યક્તિએ “મેરા એક કામ કરો” તેવું બોલી, અજાણ્યા શખસનો અવાજ અને કપાળના ભાગે વાળ પુરૂષ જેવા હતા. ત્યારબાદ મહિલાને કંઈક અજાગતું લાગતા તેમને બ્યુટી પાર્લની બહાર નીકળી જવા જણાવ્યું હતું. પરંતુ તેના પહેલા જ અજાણ્યા શખસે મહિલાના મોઢા પર હાથ મૂકી તેમણે હાથ પકડી લીધો હતો. પરંતુ મહિલાએ પ્રતિકાર કરીને તેઓ શખસના ચુંગાલમાંથી બહાર નીકળી ગયા હતા.