ગુજરાત આખા દેશના રાજ્યો માટે મિશાલ : મોદી

0
18
હાલમાં પણ જળસંચય પર ગુજરાત કામ કરી રહ્યું છે. સમય સાથે બદલાવ કરીને ગુજરાત આગળ વધી રહ્યું છે.
હાલમાં પણ જળસંચય પર ગુજરાત કામ કરી રહ્યું છે. સમય સાથે બદલાવ કરીને ગુજરાત આગળ વધી રહ્યું છે.

PM નરેન્દ્ર મોદીએ કચ્છમાં કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, કચ્છ આખા દેશની ઓળખ છે. કચ્છમાં આવીને શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે. આજે સરદાર પટેલની પુણ્યતિથિ છે અને આ અવસરે કચ્છમાં દુનિયાનો સૌથી મોટા રિન્યૂઅબલ એનર્જી પાર્કનું ભૂમિપુજન કર્યું તેને જાતા લાગે છે કે, સરદાર સાહેબનું સપનું ખુબ જ ઝડપી સાકાર થશે.PM મોદીએ સંબોધન દરમિયાન કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરતા કહ્યું કે, કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો લોકોના ઘરો તૂટી ગયા પરંતુ કચ્છી લોકોના મનોબળને ભૂકંપ તોડી શક્યો નહી. ભૂકંપે કચ્છને સંપૂર્ણ રીતે તબાહ કરી નાંખ્યુ હતું તે છતા હવે કચ્છની પ્રવાસન ક્ષેત્રે આખી દુનિયામાં આગવી ઓળખ ઉભી થઇ ગઇ છે. વિદેશી પ્રવાસીઓ કચ્છનું સફેદ રણ જોવા આવે છે. કચ્છનું રણ અને રણોત્સવ જોવા માટે લાખો પ્રવાસીઓ આવે છે. સાથે જ કચ્છના લોકોએ આખા દેશના લોકોને આત્મનિર્ભર રહેવાનું શિખવ્યું છે. PM મોદીએ સંબોધન દરમિયાન 118 વર્ષ પહેલાનો કિસ્સો યાદ કરતા કહ્યું કે, તે સમયે કચ્છમાં એ એક્ઝિબિશનમાં સૂર્ય તાપયંત્ર મૂક્વામાં આવ્યું હતું પરંતુ અત્યારે હાઇબ્રિડ એનર્જિ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. આ એનર્જિ પાર્કથી 1 લાખ લોકોને રોજગારી મળશે અને દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. 1 એનર્જિ પાર્ક 9 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે. અને હાઇબ્રિડ પ્રોજેક્ટથી સરહદ પરની સુરક્ષા વધશે. ગુજરાતમાં એક સમયે સાંજે વિજળી મળતી ન હતી પરંતુ હવે ગુજરાતના દરેક શહેર અને ગામમાં 24 કલાક વિજળી મળી રહી છે. ગુજરાતે સસ્તી વિજળી મેળવવામાં સૌથી મોટી ઉપલબ્ધિ મેળવી છે. ખેડૂતોને રાત્રિ ન વાળવું માટે નવી વિજ લાઇન છે.