પરિણીતાના હાથની મહેંદી સુકાય તે પહેલા જ બની વિધવા

0
5
લગ્નના હાથની મહેંદી સુકાઈ નથી ત્યાં જ નવવધૂનો ચુડીને ચાંદલો છીનવાઈ જતા કાળા કલ્પાંતથી ગામમાં પણ અરેરાટી મચી જવા પામી છે.
લગ્નના હાથની મહેંદી સુકાઈ નથી ત્યાં જ નવવધૂનો ચુડીને ચાંદલો છીનવાઈ જતા કાળા કલ્પાંતથી ગામમાં પણ અરેરાટી મચી જવા પામી છે.

રાજકોટ: રાજકોટ શહેર નજીક મોરબીરોડ પર બેડી ગામે રહેતા કેતન મેઘજીભાઈ કીહલા ઉ.22 નામના યૂવકે લગ્નના એક સપ્તાહ બાદ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનો બનાવ કુવાડવારોડ પોલીસ મથકે નોંધાયો છે. લગ્નના હાથની મહેંદી સુકાઈ નથી ત્યાં જ નવવધૂનો ચુડીને ચાંદલો છીનવાઈ જતા કાળા કલ્પાંતથી ગામમાં પણ અરેરાટી મચી જવા પામી છે. એટલે કે પરિવારના આંગણે એક સપ્તાહ પૂર્વે ઢોલ અને શરણાઇના સૂર રેલાતા હતાં. એજ પરિવારના આંગણે માત્ર એક જ સપ્તાહમાં જુવાન જોધ દીકરાનું મૃત્યુ થતાં રુદન સંભળાઈ રહ્યું છે. એક સપ્તાહ પૂર્વે જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.આ ઘટનાની પોલીસના સુત્રોની વિગતો મુજબ કેતન પરિવાર સાથે બેડી ગામ પાસે મામા સાહેબના મંદિર સામે નવી બનેલી સોસાયટીમાં રહેતો હતો અને લાદી ઘસવાનું કામકાજ ધરાવતો હતો. પિતાને ચાની કેબીન છે. માતા, પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. એક સપ્તાહ પહેલા રાજકોટની યુવતી સાથે લગ્ન થયા હતા.ઝેરી દવા પી લેતા સારવારમાં પ્રથમ કુવાડવા અને ત્યાંથી રાજકોટ ખસેડાતા મૃત્યુ નિપજ્યું હતું. હાલના તબક્કે તો પોલીસને પ્રાથમિક તપાસમાં લોકડાઉન બાદ યૂવકનો વ્યવસાય બરોબર ચાલતો ન હતો જેથી આર્થિક ખેંચના કારણે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.અન્ય એક બનાવ કોઠારીયા ગામની સામે રાધાપાર્ક મેઈનરોડ પર રહેતા જયંતીભાઈ નાગજીભાઈ ગોંડલીયા ઉ.૫૯એ ઘરે ઉપલા મજલે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તપાસનીસ જમાદાર મનોહરસિંહ જાડેજાના કહેવા મુજબ વૃધ્ધને સંતાનમાં બે પુત્ર છે એક સુરત રહે છે. વૃધ્ધ નાના પુત્ર સાથે રહેતા હતા.ઘરમાં જ ઉપરના માળે રૃમમાં ઓટો પાર્ટસનો છુટક વેપાર તેમજ ઈમિટેશનનું કામકાજ કરતા હતા. જયંતીભાઈનો મોબાઈલ સ્વીચઓફ આવતો હોવાથી કોઈએ તેના પુત્રને ફોન કર્યો હતો. પુત્રએ પત્નીને ફોન કરી પિતા સાથે વાત કરાવવા કહેતા પુત્રવધુ ઉપર રૃમમાં જતા જયંતિભાઈનો દેહ પંખામાં પ્લાસ્ટિકની દોરી વડે ફાંસો ખાધેલો લટકતો હતો.જિંદગીભર પોતાના પતિ સાથે હર્ષ ઉલ્લાસ સાથે રહેવાના અરમાન જોઈને આવેલી કન્યાના હાથની મહેંદી પણ સુકાઇ નથી. ત્યાં તેના નસીબમાં વિધવા બનવાનો વારો આવ્યો છે.