ચોટીલાના કાળાસર ગામમાં કોષના ઘા ઝીંકી પતિએ પત્નીની હત્યા કરી

0
10
ચોટીલા પોલીસ ઘટનાસ્થળે જઇને જોયુ તો વાડીએ રહેલી ઝૂંપડીમાં કોષના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી હોવાનું અને લાશને ઢસડી ખેતરના સેઢા સુધી લઈ જવાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
ચોટીલા પોલીસ ઘટનાસ્થળે જઇને જોયુ તો વાડીએ રહેલી ઝૂંપડીમાં કોષના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી હોવાનું અને લાશને ઢસડી ખેતરના સેઢા સુધી લઈ જવાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

સુરેન્દ્રનગર: ચોટીલાના કાળાસર ગામમાં કોષના ઘા ઝીંકી પતિએ પત્નીની હત્યા કરી હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. નાના એવા ગામમાં હત્યાનો બનાવ બનતા ગામમાં શોકનો માહોલ છે. પ્રારંભિક માહિતી પ્રમાણે પતિ પત્ની ઝૂંપડીમાં રહેતા હતા અને ઘર કંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ચોટીલાથી 5 કીમી દુર રેશમીયા રોડ ઉપર આવેલા કાળાસરની સીમમાં આવેલી વાડીનાં સેઢે મહિલાની લાશ હોવાની પોલીસને જાણ થઇ હતી. ચોટીલા પોલીસ ઘટનાસ્થળે જઇને જોયુ તો વાડીએ રહેલી ઝૂંપડીમાં કોષના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી હોવાનું અને લાશને ઢસડી ખેતરના સેઢા સુધી લઈ જવાઇ હોવાનું જાણવા મળ્યું હતું. ચોટીલા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પ્રાથમિક પુછપરછમાં મરનાર રેખાબેન બથવાર (ઉ. વર્ષ- 37)ની રાત્રી દરમિયાન તેના પતિ નાઝાભાઇએ ક્રુરતા પૂર્વક હત્યા નિપજાવી હોવાનું પોલીસને જાણવા મળતા મૃતકના પરિવારને બનાવની જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.