‘નવ મહિના બાદ કેમેરાની આગળ આવીને સંતોષ થયો’ : નટુકાકા

0
3
Taarak Mehta’s ‘Natu Kaka’ Ghanashyam Nayak REACTS To Bombay HC Allowing Senior Actors To Join The Shoot
Taarak Mehta’s ‘Natu Kaka’ Ghanashyam Nayak REACTS To Bombay HC Allowing Senior Actors To Join The Shoot

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક છેલ્લાં નવ મહિનાથી સિરિયલમાં જોવા મળતા નહોતા.

સાત સપ્ટેમ્બરના રોજ 76 વર્ષીય ઘનશ્યામ નાયકે ગળાનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન દરમિયાન આઠ ગાંઠો બહાર કાઢવામાં આવી હતી. ત્રણ મહિનાની સતત કેન્સર ટ્રીટમેન્ટ (જેમાં કીમોથેરપી, રેડિયેશન) બાદ હવે તેમના સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે અને તેમણે શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. નટુકાકાએ સેટ પર પોતાના પહેલા દિવસ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘અસિત મોદી તથા તેમના ટીમ મેમ્બર્સે મારું ઘણું જ ધ્યાન રાખ્યું હતું. હું તમામનો આભારી છું. મારો પહેલો સીન જેઠાલાલ (દિલીપ જોષી) તથા બાઘા (તન્મય વેકરિયા)ની સાથે હતો. બંનેએ મને સીન કરતાં સમયે કમ્ફર્ટ ફીલ કરાવ્યું હતું. મને સંવાદો બોલવામાં સહેજ પણ તકલીફ પડી નહોતી. નટુકાકા ગડા ઈલેક્ટ્રોનિક્સમાં પરત આવી ગયા છે. આ એપિસોડ આગામી 2-3 દિવસમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.’