પોઝિટિવ કેસનો આંકડો વધીને 44,798 પર પહોંચ્યો

0
5
નવી સિવિલમાં 64 દર્દીઓ પૈકી 32 ગંભીર છે. 7 દર્દી વેન્ટિલેટર, 11 દર્દી બાઈપેપ અને 14 દર્દીઓ ઓક્સિજન પર છે
નવી સિવિલમાં 64 દર્દીઓ પૈકી 32 ગંભીર છે. 7 દર્દી વેન્ટિલેટર, 11 દર્દી બાઈપેપ અને 14 દર્દીઓ ઓક્સિજન પર છે

સુરત: કોરોના સંક્રમણ ધીમી ગતિએ પણ આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 47,042 પર પહોંચ્યો છે. મૃત્યુઆંક 1101 થયો છે. જ્યારે કોરોનામુક્ત થયેલા કુલ ડિસ્ચાર્જ થયેલાની સંખ્યા વધીને 44,798 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1143 એક્ટિવ કેસ છે. સુરત શહેરમાં કોરોના ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થઈ રહ્યો છે. નવી સિવિલમાં 64 દર્દીઓ પૈકી 32 ગંભીર છે. 7 દર્દી વેન્ટિલેટર, 11 દર્દી બાઈપેપ અને 14 દર્દીઓ ઓક્સિજન પર છે.સ્મીમેરમાં 18 પૈકી 14 ગંભીર છે. 2 દર્દી વેન્ટિલેટર, 3 દર્દી બાઈપેપ અને 9 ઓક્સિજન પર છે.