પતિએ હોસ્પિટલમાં જ પુત્રી કેમ આવી કહી પત્ની સાથે ઝઘડો કર્યો

0
3
સગર્ભા થતા પતિ તથા સાસરીયા કુખે પુત્ર અવતરવો જોઈએ અને સિઝેરીયન ન આવવું જોઈએ કહી ધમકાવતા હતા.
સગર્ભા થતા પતિ તથા સાસરીયા કુખે પુત્ર અવતરવો જોઈએ અને સિઝેરીયન ન આવવું જોઈએ કહી ધમકાવતા હતા.

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital)માં લેબ ટેકનિશિયન (Lab Technician) તરીકે ફરજ બજાવતી ભાવનાબેન અમિતભાઈ ઠાકર (ઉ.વ.40) પર કુખે પુત્રી અવતરતા પતિ અમિત જસવંતરાય ઠાકર, સસરા જસવંતરાય ડાયાલાલ, સાસુ ચંદ્રીકાબેન (રહે. ત્રણેય ગાંધીગ્રામ શેરી નં.પ બ) નણંદ રૂપમબેન સ્નેહલભાઈ દવે રહે. અમદાવાદ મળીને ત્રાસ ગુજારી મારફૂટ કરી ધમકી આપતા હોવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ ભાવનાના 10 વર્ષ પહેલા અમિત સાથે લગ્ન થયા હતા. દોઢ વર્ષ સારી રીતે રાખી હતી. સગર્ભા થતા પતિ તથા સાસરીયા કુખે પુત્ર અવતરવો જોઈએ અને સિઝેરીયન ન આવવું જોઈએ કહી ધમકાવતા હતા. પ્રસુતિ થતા સિઝેરીયન આવ્યું અને પુત્રીનો જન્મ થયો હતો. જેથી પતિએ તો એ સમયે હોસ્પિટલમાં જ પુત્રી કેમ આવી કહી પત્ની સાથે ઝઘડો કર્યો હતો.પ્રસૃતિ સમયે સાસુ, નણંદ પણ રોકાયા હતા અને સાસુએ પુત્રીનો જન્મ થયો તેથી ગમતું નથી કહી ત્રાસ આપતા હતા. સાસુ, નણંદ બન્ને પતિને ચઢામણી કરતા હતા. પતિ તું ઘરમાંથી નીકળી જા મને છુટાછેડા આપી દે જેથી તારા અને પુત્રી બન્નેમાંથી હું છુટું કહીને ઝઘડા કરતો રહેતો હતો. એક વર્ષ પહેલા પીયરે પાછી આવી ગઈ હતી. ઘરમેળે સમાધાન થતા ફરી સાસરે ગઈ અને ફરી ઝઘડા ચાલું થઈ ગયા હતા. આંખની તકલીફ હોય બતાવવા જવું હતું તો ના પાડીને મારકૂટ કરી હતી. પછી ફરી પતિ કહે કે ચાલ જવું છે. પરણીતાએ ના પાડતા આપઘાત સુધીની ધમકી આપી સહિતના ફરિયાદમાં આરોપ મૂક્યા છે.અન્ય બનાલમાં રાજકોટના યાગરાજનગર-1માં પીયરમાં રહેતી કિન્નરી તન્મય મિસ્ત્રીએ અમદાવાદના મણીનગર પુનીત આશ્રમ પાસે કૃષ્ણધામ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ તન્મય અશોક, સસરા અશોક જગજીવનભાઈ, સાસુ પિનાક્ષીબેન નણંદ ખુશ્બુ આશિષભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં લગ્નના ત્રણ દિવસ બાદ જ ત્રાસ ગુજારી તું કામચોરની દીકરી છો, તારા પપ્પા કાંઈ કામધંધો કરતા નથી સહિતના શબ્દો કહીને ત્રાસ આપતાં હતા.પતિને પુના નોકરી થતા કિન્નરી ત્યાં પતિ સાથે રહેવા ગઈ હતી. પતિ પરસ્ત્રીને ઘરમાં લઈ આવે તે સ્ત્રીને પણ કિન્નરીએ જમવા આપવાનું ન આપે કાંઈ પ્રશ્નો કરે તો ઝઘડા કરે મારફૂટ કરેલ સહિતના આરોપ મૂકતા બન્ને ફરિયાદ વિશે તથ્ય તપાસવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.