મુંબઇ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ ફરી ચાલુ કરવામાં આવશે

0
4
આ ટ્રેનને અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે દોડાવવામાં આવશે.
આ ટ્રેનને અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે દોડાવવામાં આવશે.

મુંબઇ: મુંબઇ-દિલ્હીના રૂટ પર દોડતી રાજધાની એક્સપ્રેસ ૩૦મી ડિસેમ્બરથી ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મધ્ય રેલવેએ બુધવારે જણાવ્યું હતું. કોરોના વાઇરસના ચેપને કારણે માર્ચ મહિનાના અંતમાં આ ટ્રેનસેવાને મોકૂફ રાખવામાં આવી હતી. રાજધાની એક્સપ્રેસ (૦૧૨૨૧)ને સીએસએમટીથી સાંજે ૪.૧૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે હજરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચશે. આ ટ્રેનને અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે દોડાવવામાં આવશે. તેવી જ રીતે આ ટ્રેન (૦૧૨૨૨) દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્ટેશનથી સાંજે ૪.૫૫ વાગ્યે મુંબઇ જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧.૫૦ વાગ્યે સીએસએમટી પહોંચશે. ૧૯ ડબ્બાની આ ટ્રેનમાં એક એસી ફર્સ્ટ ક્લાસ, પાંચ બે ટાયર એસી, ૧૧ ત્રણ ટાયર એસી અને એક પૅન્ટ્રી કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજધાની એકસપ્રેસ કલ્યાણ, નાશિક, જલગાંવ, ભોપાલ, ઝાંસી અને આગ્રા સ્ટેશન પર હૉલ્ટ લેશે. મુંબઇથી રવાના થનારી આ ટ્રેન માટેનું બુકિંગ ૨૫ ડિસેમ્બરથી શરૂ થશે. જે પ્રવાસીની ટિકિટ ક્ધફર્મ થશે તેમને જ આ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી અપાશે, એવું મધ્ય રેલવેએ જણાવ્યું હતું.